ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસ(Corona cases in Gujarat)માં સતત ઘટાડો થઇ રહ્યો છે, જેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે આજે મહત્વના નિર્ણય કર્યા હતા. જેમાં મહત્વની વાત કરવામાં આવે તો અમદાવાદ અને વડોદરા સિવાય તમામ મહાનગરોમાં અને જિલ્લાઓમાં રાત્રી કર્ફ્યૂ (Gujarat night curfew) હટાવી દેવામાં આવ્યો છે. જ્યારે અમદાવાદ-વડોદરામાં 25 ફેબ્રુઆરી સુધી રાત્રીના 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યૂ અમલી રહેશે.
લગ્ન પ્રસંગની ઓનલાઇન નોંધણીમાંથી મુક્તિ
રાજ્યમાં યોજાતા સામાજિક રાજકીય અને ધાર્મિક મેળા તથા લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં જો આવા પ્રસંગો યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના 75 ટકા અને બંધ જગ્યાએ યોજાય તો જગ્યાની કુલ ક્ષમતાના 50% વ્યક્તિઓની મર્યાદામાં મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લગ્ન સમારોહ માટે હવે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની મુક્તિ પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે.
આ પણ વાંચો :Ahmedabad Blast 2008: 49 આરોપીઓને કાલે સ્પેશિયલ કોર્ટ સંભળાવશે સજા