ગુજરાત

gujarat

ETV Bharat / city

Exam Fever 2022 : રાજ્યમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી ગુજકેટની પરીક્ષા

રાજ્યમાં ફાર્મસી અને એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટની પરીક્ષા (Gujcet Exams 2022) યોજાઈ રહી છે. અલગ - અલગ વિષયની પરીક્ષા લેવામાં આવશે. આ ઉપરાંત પેપેર (Exam Fever 2022) સ્ટાઈલ વિશે વિગતવાર માહિતી મેળવો...

Exam Fever 2022 : રાજ્યમાં આજે ગુજકેટની પરીક્ષામાં 1 લાખ વધુ વિદ્યાર્થીઓ આપી રહ્યા પરીક્ષા
Exam Fever 2022 : રાજ્યમાં આજે ગુજકેટની પરીક્ષામાં 1 લાખ વધુ વિદ્યાર્થીઓ આપી રહ્યા પરીક્ષા

By

Published : Apr 18, 2022, 1:25 PM IST

અમદાવાદ : ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પૂર્ણ થઇ છે ત્યારે એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે (Gujcet Exams 2022) ગુજકેટની પરીક્ષા યોજાઈ રહી છે. ત્યારે સવારે 10 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા (Time for Gujcet Exam) સુધી પરીક્ષા યોજાશે. જેમાં અલગ-અલગ તબક્કામાં 3 વિષયની પરીક્ષા લેવામાં આવશે. જેમાં 10થી લઈને બાર વાગ્યા સુધી ફીઝીક્સ અને કેમેસ્ટ્રીની પરીક્ષા (Exam Fever 2022) અને એક વાગ્યાથી બે વાગ્યા સુધી બાયોલોજીની પરીક્ષા તેમજ ત્રણથી ચાર વાગ્યા સુધી મેકસની પરીક્ષા લેવાશે.

ફાર્મસી અને એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટની પરીક્ષા યોજાઈ

આ પણ વાંચો :રાજ્યભરમાં યોજાઈ ગુજકેટની પરીક્ષા, સારી કોલજમાં એડમિશન મેળવવા વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા

વિદ્યાર્થીઓને આટલી વસ્તુ લઈ જવાની -રાજ્યમાં કુલ 1.7 લાખ જેટલા વિદ્યાર્થીઓ (Gujcet Exam Total Student) ગુજકેટની પરીક્ષા આપી રહ્યા છે. જેમાં અમદાવાદમાં પણ 9,000 જેટલા વિદ્યાર્થીઓ અને ગ્રામ્યમાં 3,000 જેટલા વિદ્યાર્થીઓ 90 જેટલા કેન્દ્રો પર પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓને કેલ્ક્યુલેટર અને કાળી પેન સિવાય અન્ય કોઈ સાહિત્ય લઈ જવા દેવામાં આવી રહ્યું નથી. જેમાં પરીક્ષા કુલ 120 માર્કની છે. તેમજ ત્રણ વિષયોના 40 40 ગુણભાર રહેશે. આજના પરિણામના 40 ટકા અને બોર્ડની પરીક્ષાના 60 ટકા એમ ગણતરી કરીને એન્જિનિયરિંગ અને ફાર્મસી માટે મેરીટ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો :ગુજરાતમાં ગુજકેટની પરીક્ષામાં ભાવનગરનો સંકેત દોશી પ્રથમ સ્થાને

વિદ્યાર્થીઓની આશા - વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષામાં તૈયારી કરી હતી, તેના કરતા વધુ તૈયારી ગુજકેટમાં કરી છે. ત્યારે બધા MCQ સાચા પડે તે રીતે લખીશું. તેમજ માઇનસ માર્કસથી બચીશું. આ ઉપરાંત પેપર (Gujcet Exam in Gujarat 2022) સરળ નીકળે તેવી આશા અમે વ્યક્ત કરી રહ્યા છે. તેમજ બધા ચેપ્ટર નું રિવિઝન જ કરવાનું હોય છે તે કર્યું છે. પરીક્ષા કેન્દ્રો ઉપર કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓ માટે દરેક વર્ગખંડ પાસે પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details