અમદાવાદ- અમદાવાદના 2021માં બનેલા ચર્ચાસ્પદ એવા આઇેશા આત્મહત્યા કેસમાં (Ayesha suicide case 2021) આજે સેશન્સ કોર્ટે પતિ આરીફને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. મહત્વનું એ છે કે આઇેશાએ સાબરમતી રિવર ફ્રન્ટ (Ahmedabad Sabarmati River Front ) પરથી આત્મહત્યા કરતા પહેલાં એક વિડીયો બનાવ્યો હતો જે સોશિયલ મીડિયામાં ખૂબ જ (Ayesha Makrani pre suicide video ) વાયરલ થયો હતો.એ વિડીયોમાં એણે પોતાની પૂરી દુખભરી કહાની વર્ણવી હતી. આઇશાએ તેમાં કહેલી હકીકતોને લઇને આ વીડિયોને કોર્ટે ખૂબ જ મહત્વનો પૂરાવો ગણીને એને માન્ય (Ayesha's video is considered important evidence by the court) રાખ્યો છે.
વોઇસ સ્પેક્ટ્રોગ્રાફીનો મહત્ત્વનો પુરાવો - સેશન્સ કોર્ટે ચુકાદામાં વાઇરલ વીડિયો અને વોઇસ સ્પેક્ટ્રોગ્રાફીને મહત્ત્વનો પુરાવો ગણ્યો છે. આ મામલે (Ayesha suicide case 2021)તપાસમાં આરોપીનો વોઇસ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો, રિપોર્ટને કોર્ટે મહત્ત્વનો પુરાવો ગણ્યો (Ayesha's video is considered important evidence by the court) તેના આધારે પણ આરોપીને સજા ફટકારવામાં મહત્વનો સાબિત થઇ રહ્યો છે.
આ પણ વાંચોઃ Reaction of Ayesha Father : આઇશાના પિતાએ જમાઇને થયેલી સજા વિશે શું આપી પ્રતિક્રિયા જાણો