ગુજરાત

gujarat

ETV Bharat / city

રાશન માટે આધારકાર્ડ સિવાય અન્ય પુરાવા પણ ઓળખ માટે રજૂ કરી શકાશે: HC - high court news

સાબરકાંઠામાં રાશન લેતી વખતે પુરાવા તરીકે આધાર કાર્ડ બતાવવું ફજિયાત કર્યુ હતું. જે અંગે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ સાથે અન્ય અરજીઓ પણ કરવામાં આવી હતી. જે તમામ અરજીનો હાઈકોર્ટ દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો.

Etv Bharat
Ahmedabad highcourt

By

Published : Apr 20, 2020, 10:37 PM IST

અમદાવાદઃ કોરોના મહામારી વચ્ચે ગરીબોને અને આર્થિક રીતે નબળા વર્ગને એપ્રિલ મહિના માટે મફત રાશન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે સાબરકાંઠાના કનાઈ ગામે રાશન દુકાનદારોએ અરજદારને આધાર કાર્ડ રજૂ કરવાનું કહેતા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરાતા રાજ્ય સરકારે કહ્યું કે રાશન માટે આધાર કાર્ડ સિવાય અન્ય 12 પુરાવા તરીકે સ્વીકારી શકાશે.

હાઇકોર્ટમાં રાજ્ય સરકાર તરફે રજુ કરાયેલા જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે, સાબરકાંઠા કલેકટરને રાજ્ય સરકાર તરફ એક પરિપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં રેશનિંગ આપવા માટે આધાર કાર્ડ સિવાય ડ્રાઇવિંગ લાઇસન્સ, રાશન કાર્ડ, બેંક પાસબુક, ચૂંટણી કાર્ડ સહિતના દસ્તાવેજો પણ માણસના ઓળખપત્ર તરીકે માન્ય રાખી શકાય કે નહી તે અંગે અરજી કરવામાં આવી હતી. આ તમામ જાહેરહિતની અરજીનો હાઇકોર્ટે નિકાલ કર્યો હતો.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે, સાબરકાંઠાના કનાઈ ગામે રાજ્ય સરકારના અનાજ અને પુરવઠા વિભાગનાએ 11મી એપ્રિલના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં રેશનિંગ દુકાનોમાં અનાજ મેળવવા માટે લોકોને આધાર કાર્ડ બતાવવું ફરજીયાત કરાયું હતું. જેને પડકારતી અરજી હાઇકોર્ટમાં દાખલ કરાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details