ગુજરાત

gujarat

ETV Bharat / city

લોકડાઉન ખુલે તો પણ માસ્ક પહેરવું ફરજિયાત બની રહેશે: મ્યુનિ. કમિશ્નર વિજય નહેરા

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે અમદાવાદ શહેરમાં 24 કલાકમાં 171 કેસ નોંધાયાં છે. ઈન્ફેક્શનમાં ઘટાડો થયો છે. લોકડાઉન ખુલે તો પણ માસ્ક પહેરવું ફરજિયાત છે.

લોક ડાઉન ખુલે તો પણ માસ્ક પહેરવું ફરજિયાત બની રહેશે:  મ્યુનિ.કમિશનર વિજય નહેરા
લોક ડાઉન ખુલે તો પણ માસ્ક પહેરવું ફરજિયાત બની રહેશે: મ્યુનિ.કમિશનર વિજય નહેરા

By

Published : Apr 27, 2020, 2:16 PM IST

અમદાવાદઃ વિજય નહેરાએ જણાવ્યું કે આ સાથે સેનિટાઈઝરનો ઉપયોગ પણ જીવનનો ભાગ છે. યુવાનો અને સ્વસ્થ લોકો કોરોનાને આરામથી માત આપી રહ્યાં છે. જ્યારે ગંભીર રોગથી પીડાતા લોકોએ બહાર નીકળવું નહી તેવી અપીલ કરવામાં આવી છે. વૃદ્ધ અને ગંભીર બીમારીવાળા લોકો માટે કોરોના ઘાતક બની રહ્યો છે. વિજય નહેરાએ જણાવ્યું કે હવે આઠ દિવસમાં કેસ ડબલ થઈ શકે છે. લૉક ડાઉનનો સીધો ફાયદો મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 22 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

ડિસ્ચાર્જ થતાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થયો છે, 193 થયાં છે. છેલ્લાં 24 ક્લાકમાં 18 લોકો ડિસ્ચાર્જ થયાં છે. કુલ 211 આંકડો પહોચ્યો છે સિવિલ હોસ્પિટલમાં 547 કેસ, એસસીજી હોસ્પિટલમાં 14 કેસો છે, હજ હાઉસમાં 16 કેસો છે. જ્યારે 43 લોકો હાલ વેન્ટિલેટર પર છે. મધ્યઝોનમાં 535 કેસ, 149 પશ્ચિમ ઝોન, 107 પૂર્વ ઝોનમાં કેસો છે.

ABOUT THE AUTHOR

...view details