ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના મહામારીના સમયે પણ રેલવેને 4 સ્ટેશનોના વિકાસ માટે 32 એપ્લિકેશન મળી

ઇન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ-IRSDC દ્વારા નાગપુર,ગ્વાલિયર, અમૃતસર અને સાબરમતી રેલવે સ્ટેશનના વિકાસ માટે જે બીડની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં કોરોનાવાયરસની મહામારી છતાં 32 જેટલા ઉત્સાહજનક એપ્લિકેશન મળી છે.

કોરોના મહામારીના સમયે પણ રેલવેને 4 સ્ટેશનોના વિકાસ માટે 32 એપ્લિકેશન મળી
કોરોના મહામારીના સમયે પણ રેલવેને 4 સ્ટેશનોના વિકાસ માટે 32 એપ્લિકેશન મળી

By

Published : Jun 27, 2020, 2:29 PM IST

અમદાવાદઃ rsdc એ ગ્વાલિયર,નાગપુર, અમૃતસર અને સાબરમતી રેલવે સ્ટેશનોને પ્રતિષ્ઠિત સિટી સેન્ટરોમાં બદલવાના ઉદ્દેશથી ડિસેમ્બર, 2019માં રીક્વેસ્ટ ફોર એપ્લિકેશન એટલે કે ખુલ્લાં બજારમાંથી આવેદન મંગાવ્યા હતાં. જે માટે 26 જૂન, 2020 ના રોજ રેલવે સ્ટેશનોને માટે 32 એપ્લિકેશન મળી હતી..જે કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિને જોતાં ખૂબ ઉત્સાહજનક છે. આ એપ્લિકેશનોમાં કલ્પતરુ પાવર ટ્રાન્સમિશન લિમિટેડ,મોન્ટે કાર્લો લિમિટેડ કલ્યાણ ટોલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ વગેરે જેવી નામી કંપનીઓ પણ સામેલ છે.

કોરોના મહામારીના સમયે પણ રેલવેને 4 સ્ટેશનોના વિકાસ માટે 32 એપ્લિકેશન મળી
32 આવેદનોમાંથી 9 સાબરમતી રેલbs સ્ટેશન માટે પ્રાપ્ત થયાં છે. આ ચાર સ્ટેશનોના પુનઃ નિર્માણ માટે પુલ ખર્ચ લગભગ 1300 કરોડ રૂપિયા જેટલો થવા જાય છે. જેનું નિર્માણ ક્ષેત્ર લગભગ 54 લાખ વર્ગ ફૂટ જેટલું છે. આ પરિયોજના ppp એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપને અનુમોદન આપનારી પહેલી રેલવે પરિયોજના હોવાનું ગૌરવ પ્રાપ્ત કરશે.
કોરોના મહામારીના સમયે પણ રેલવેને 4 સ્ટેશનોના વિકાસ માટે 32 એપ્લિકેશન મળી
હવે આ આવેલ આવેદનોમાંથી, આવેદકોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને તેમના દ્વારા પ્રપોઝલ મંગાવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details