- રેવા ફિલ્મ દ્વારા ગુજરાતી દર્શકોને મળ્યો સુંદર પ્રતિસાદ
- ચેતન ધાનાણી ગુજરાતી નાટકમાં પણ કરી ચૂક્યા છે અભિનય
- ચેતન ધાનાણી હાલમાં અમદાવાદમાં કરી રહ્યા છે આગામી ફિલ્મનું શૂટિંગ
અમદાવાદઃરેવા ફિલ્મના મુખ્ય અભિનેતા ચેતન ધાનાણી સાથે આજે ETV Bharat દ્વારા ખાસ મુલાકાત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભગવાન મહાદેવની દીકરી તરીકે નર્મદા મૈયાને ઓળખવામાં આવે છે અને આ ફિલ્મ ગુજરાતીઓની ધાર્મિક માન્યતાઓને આપણા વારસા તરીકે દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને સાથે અંધશ્રદ્ધાઓથી પર રહીને કેવી રીતે લોકોમાં ધર્મની લાગણી વિકસાવી શકાય તે વિશે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું હતું.
ચેતન ધાનાણી કઇ કઇ ફિલ્મમાં મળ્યા હતા જોવા
ચેતન ધાનાણીને રેવા ઉપરાંત ગુજરાતી ફિલ્મ 'ચોર બની થનગાટ કરે' અને 'વિક્કીડાનો વરઘોડો' ફિલ્મમાં જોવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, તેઓ ફિલ્મો ઉપરાંત વધુ રસ ગુજરાતી નાટકમાં પણ ધરાવે છે, તેમણે વડોદરાની મ્યુઝિક એન્ડ આર્ટ કોલેજમાંથી ડ્રામાની ડિપ્લોમાં ડિગ્રી મેળવી છે અને અસંખ્ય ગુજરાતી નાટકમાં અભિનય કર્યો છે. ચેતન ધાનાણી મુંબઈ ગયા અને ત્યાં પ્રખ્યાત દિગ્દર્શક મનોજ શાહના દિગ્દર્શનમાં તૈયાર થયેલા નાટક "ગાંધી બીફોર ગાંધી" માં મહત્વનો રોલ કરવાનો મોકો મળ્યો હતો, ત્યારબાદ તેમના જીવનનો ટર્નિંગ પોઇન્ટ ગણાવતા તેમના ગુજરાતી નાટક કે, જેમાં મુખ્ય કિરદારમાં બોલીવુડના પ્રખ્યાત અભિનેતા પરેશ રાવલ તેમનું નાટક કરી રહ્યા હતા "ડિયર ફાધર" ના શૉ 2010 થી લઇને 2017 સુધી ચાલ્યું આ નાટક તેમણે લગભગ 550 શો ભારતમાં કર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રતીક ગાંધી નાટક કલાકારોનો અખાડો છે અને દરેક કલાકારે નાટકમાં અભિનય તો કરવો જ જોઈએ તેવું ચેતન માને છે.
અભિનેતા ચેતન ધાનાણી સાથે ETV BHARATની ખાસ મુલાકાત જાણો ચેતન ધાનાણીની આવનારી ફિલ્મો વિશે
કોરોનાના લોકડાઉન પહેલા તેમણે ફિલ્મ "બાઘડબિલ્લા"નું શૂટ કર્યું હતું પરંતુ તે હજી સુધી રિલીઝ થઇ શકી નથી અને હાલમાં જ બીજી ફિલ્મ "સુસ્વાગતમ" નું શૂટ પણ તેઓએ પૂરું કર્યું છે. હાલમાં તેઓ ગુજરાતી ફિલ્મના યુવા અભિનેતા મલ્હાર ઠાકર સાથે અમદાવાદમાં તેમની આગામી ફિલ્મનું શૂટ કરી રહ્યા છે અને જેમાં તેમનો એક અલગ જ કિરદાર છે તેવું જણાવ્યું હતું. તેમતના મતે તેમના પ્રેક્ષકો જ રાજા છે અને ગુજરાતી ફિલ્મો પ્રતિ હંમેશા તેમનો પ્રેમ જગાવતા જ રહેતા હોય છે. લોકડાઉનના સમયમાં પણ દરેક પ્રેક્ષકોએ ગુજરાતી ફિલ્મો દ્વારા ખૂબ મનોરંજન મેળવ્યું છે અને આશા રાખીએ છે કે, આગામી સમયમાં જયારે સિનેમાઘરો સંપૂર્ણ રીતે શરૂ થશે, ત્યારે પણ પ્રેક્ષકો તેમના આગામી ગુજરાતી ફિલ્મોને રેવા ફિલ્મની જેમ જ વધાવશે.