મહત્વનું છે કે, સમગ્ર દેશ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે ઇટીવી ભારત દ્વારા "વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે" ગીતને રિલીઝ કરીને સમગ્ર દેશમાં શાંતિ અને એક્તાનો સંદેશો આપ્યો છે, ત્યારે આ વાતને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે પણ આવકારી હતી અને રિ-ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી. ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂએ પણ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી અને ઇટીવી ભારતને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.
ઇટીવી ભારતની બાપુને અનોખી શ્રદ્ધાંજલિ, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ટ્વીટ કરીને બિરદાવી - Manish Doshi tweeted
અમદાવાદઃ દેશભરમાં મહાત્મા ગાંધીની 150મી જયંતીની ઉજવણી થઈ રહી છે. ત્યારે, ઇટીવી ભારત ગાંધીજીનું પ્રિય ભજન “વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે” દ્વારા દેશને જોડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ પ્રસંગે રામોજી ગ્રુપના ચેરમેન રામોજી રાવે આ ગીતને રિલીઝ કર્યું હતું. જે બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ અને અનેક મહાનુભાવોએ રિ-ટ્વીટ કરીને ઈ ટીવી ભારતની આ અનોખી શ્રદ્ધાંજલીને આવકારી છે. બાપુને અનોખી શ્રદ્ધાંજલિની પહેલ માટે પર ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ટ્વીટ કરીને બિરદાવી હતી.
etv bharat ahmedabad
બાપુને અનોખી શ્રદ્ધાંજલિની પહેલ માટે પર ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ટ્વીટ કરીને બિરદાવી હતી.