પ્રશ્નઃ વર્તમાનમાં સાયન્સ સિટીમાં કયા આકર્ષણ છે ?
જવાબઃ સાયન્સ સિટી 2002 (Science City Ahmedabad visit) માં ખુલ્લી મુકાઈ હતી. 2021 સુધીમાં અહીં આઇમેક્સ થિયેટર, હોલ ઓફ સ્પેસ, હોલ ઓફ સાયન્સ, પ્લેનેટ અર્થ, લાઇફ સાયન્સ પાર્ક, એનર્જી પાર્ક બન્યા છે. અહીં દુનિયાનો સૌથી મોટો ક્લાસરૂમ છે. 100 ફુટ × 90 ફૂટના પડદા ઉપર વિદ્યાર્થીઓને કીડીથી લઈને રોકેટ દેખાડી શકાય છે. ચંદ્ર અને મંગળ ઉપર આપણે હોઈએ તેવો અનુભવ કરી શકાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી 16 જુલાઈ, 2020માં અહીં એકવાટિક ગેલેરી, રોબોટિક ગેલેરી ખુલ્લી મૂકી હતી, અહીં એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સ ગેલેરી બની રહી છે. એકવાટિક ગેલેરીમાં (Aquatic Gallery Science City) નવું નજરાણું પેંગ્વિન ઉમેરાયું (Penguin Gallery Science City) છે.
પ્રશ્નઃ ભવિષ્યમાં કયા નવા પ્રોજેક્ટ્સ આવશે ?
જવાબઃ અમારો પ્રયત્ન લોકોને વિજ્ઞાન તરફ આકર્ષવાનો છે, અહીં એસ્ટ્રોનોમી સાયન્સ ગેલેરી નિર્માણ પામશે, ઉપરાંત અહીં 250 સીટનું 3D હાઇબ્રીડ પ્લેનેટોરિયમ આવી રહ્યું છે. સ્પેસ ઓબ્ઝરવેટરી જે માઉન્ટ આબુ ખાતે આવેલી છે, તેવી સાયન્સ સિટીમાં પણ નિર્માણ પામશે. આ ઉપરાંત હ્યુમન સાયન્સ ગેલેરી બનશે, જેમાં માનવ શરીરની માહિતી આપવામાં આવશે. ગુજરાતના 1600 કિલોમીટરના દરિયા કિનારાને જોતા શીપીંગ નેવિગેશન ગેલેરી પણ અહીં બનાવાશે.
પ્રશ્નઃ દર વર્ષે કેટલા લોકો સાયન્સ સિટીની મુલાકાત લે છે ?
જવાબઃસાયન્સ સિટીમાં તમામ સિસ્ટમ ડિજિટલ છે. દર વર્ષે 07થી 08 લાખ લોકો સાયન્સ સિટીની મુલાકાત લે છે, પરંતુ નવા પ્રોજેક્ટ્સ આવ્યા બાદ 10થી 15 લાખ લોકો તેની મુલાકાત લે તેવી શક્યતા છે. છેલ્લા 3થી 4 મહિનામાં 04 લાખ લોકોએ સાયન્સ સિટીની મુલાકાત લીધી છે.
પ્રશ્નઃ વિઝિટર્સ બુકમાં કેવા સજેશન આવે છે ?
જવાબઃસાયન્સસિટી વિઝિટર્સ બૂક રાખે છે, જેમાં દેશ-વિદેશથી આવેલા લોકો તેમનો અભિપ્રાય લખે છે અને તેની ઉપર અમે કામ પણ કરીએ છીએ.