- ગુજરાતી કન્ટેન્ટ જોવા મળશે એક જ પ્લેટફોર્મ પર
- 'કેવી રીતે જઈશ' અને 'બે યાર' ના નિર્માતા દિગ્દર્શક અભિષેક જૈન સાથે ખાસ મુલાકાત
- 'Oહો' ગુજરાતી નામથી લાવી રહ્યા છે નવું ગુજરાતી OTT પ્લેટફોર્મ
- પરિવાર સાથે બેસીને માણી શકશે સંપૂર્ણ ગુજરાતી મનોરંજન
અમદાવાદ: ગુજરાતી ફિલ્મો વર્ષોથી દેશ વિદેશમાં ધૂમ મચાવતી રહી છે અને છેલ્લા દસ વર્ષમાં પણ ગુજરાતી ફિલ્મ જગતમાં નવા શિખર સર કરી રહી છે અને આ નવી ગુજરાતી ફિલ્મોમાં નવા પ્રયોગ અને માતૃભાષામાં કંઈક નવું મળી રહે તેવી નવી શરૂઆત કરનાર અભિષેક જૈન સાથે ETV ભારત દ્વારા ખાસ મુલાકાત કરવામાં આવી હતી.
ગુજરાતી કન્ટેન્ટ જોવા મળશે એક જ પ્લેટફોર્મ પર
ગુજરાતી સિનેમામાં એક નવા યુગની શરૂઆત કહી શકાય તેવી ફિલ્મ 'કેવી રીતે જઈશ અને 'બે યાર' જેવી ફિલ્મોના નિર્માતા અને દિગ્દર્શક અભિષેક જૈન દ્વારા બનાવવામાં આવી હતી અને આ ફિલ્મોએ દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓનું આપણી માતૃભાષાની ફિલ્મો પ્રત્યે ધ્યાન ખેંચ્યું હતું.
કોરોનાના લોકડાઉનના સમયમાં દરેક લોકોએ ઘરે રહીને અલગ અલગ પ્લેટફોર્મ પરથી મનોરંજન મેળવીને દિવસો પસાર કર્યા હતા
આ ઉપરાંત કલાકારોએ પણ ઓનલાઇન પરફોર્મન્સ આપીને લોકો નું ખૂબ મનોરંજન કર્યું હતું. આ જ સમય માં અભિષેક જૈનને એક વિચાર આવ્યો જે વિષય પર તેમણે જણાવ્યું હતું કે, અમારો આ પ્લેટફોર્મ બનાવવાનો હેતુ છે કે, લોકો માતૃભાષા ગુજરાતીમાં અલગ અલગ કાર્યક્રમો નિહાળીને મનોરંજન મેળવી શકે.
આ પણ વાંચો:મલ્હાર ઠાકરની નવી વેબ સિરિઝ "વાત વાતમાં" માર્ચ મહિનામાં રીલિઝ થશે
જાણો Oહો ગુજરાતી નામ કેવી રીતે પસંદ કરાયું
Oહો ગુજરાતી નામ રાખવા માટે પણ અભિષેક જૈન દ્વારા પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક અપીલ કરી હતી અને બધા લોકોએ તેમને ઘણા બધા નામના સૂચન કર્યા હતા. જેમાંથી 3 નામ સિલેક્ટ કર્યા હતા અને તેમાંથી ફાઇનલ Oહો ગુજરાતી કર્યું હતું.
પરિવાર સાથે બેસીને માણી શકશે સંપૂર્ણ ગુજરાતી મનોરંજન