- ઝાયડસ વેક્સિનને મળી કેન્દ્ર સરકારની મંજૂરી
- 12 થી વધુની ઉંમરના બાળકોને આપવામાં આવશે વેક્સિન
- દેશની અલગ અલગ 10 જગ્યાએ કરવામાં આવ્યું હતું રિસર્ચ
ગાંધીનગર :કોરોનાની વૈશ્વિક મહામારીમાં એક પણ દેશ બચ્યો નથી, જ્યારે ભારતમાં કોરોનાથી બચવા માટે સ્વદેશી વેક્સિનમાં કોવિશિલ્ડ અને કો-વેક્સિન અત્યારે ઉપલબ્ધ છે, પરંતુ બાળકો માટે એક પણ વેક્સિન ઉપલબ્ધ નથી, ત્યારે ગુજરાતની ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ(Data Safety Monitoring Board ) દ્વારા આ ખાસ વેક્સિન ( Zycov-d ) તૈયાર કરવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકારે વેક્સિનના ઇમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે, આ વેક્સિન 12 વર્ષથી 18 વર્ષના બાળકો માટે પણ ઉપયોગી રહેશે.
આ પણ વાંચો:કોરોના સામેની લડાઈમાં વધુ એક વેક્સિન, ઝાયડસ કેડિલાની ઝાયકોવ-ડી ને આપાતકાલીન ઉપયોગ માટે મળી મંજૂરી
દેશની 10થી વધુ જગ્યાઓએ કરાયું ટ્રાયલ
વેક્સિનના રિસર્ચ બાબતે ડેટા સેફટી મોનિટરિંગ બોર્ડના સભ્ય ડોક્ટર પ્રવિણ ગર્ગે ETV Bharat સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, ઝાયડસ દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોનાની નવી વેક્સિનનું ક્લિનીકલી ટ્રાયલ દેશના અલગ-અલગ રાજ્યોમાં 10થી વધુ જગ્યાઓ અને હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે, જેમાં નાના બાળકો ઉપર પણ આ રસીની ટ્રાયલ કરવામાં આવી છે, ત્યારબાદ કોઈપણ પ્રકારની આડઅસર ન દેખાતા અંતે કેન્દ્ર સરકારે આ રસીને ઇમર્જન્સી ઉપયોગ માટેની મંજૂરી આપી દીધી છે.
દુઃખાવા અને નિડલ રહિત વેક્સિન
ડોક્ટર પ્રવીણ ગર્ગે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે વર્તમાન સમયમાં જે રસી આપવામાં આવે છે તે ઇંજેક્શન મારફતે આપવામાં આવી રહી છે, જ્યારે ઝાયડસ દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સિનને ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવી છે, જેમાં ઈન્જેક્ટર સિસ્ટમથી રસી આપવામાં આવશે, જેથી રસી આપતા સમયે રસી લેનારને કોઈ પણ પ્રકારનો દુખાવો થશે નથી. આ ઉપરાંત રસી લીધા બાદ અત્યારે જે રીતે હાથમાં દુખાવો થાય છે તેવી પણ ફરિયાદ આવશે નહિ. ઉલ્લેખનીય છે કે, આ રસી ઇન્જેક્ટર સિંગાપોરનું પ્રોડક્શન છે. પૂરતા પ્રમાણમાં ઇન્જેક્ટર ઉપલબ્ધ થશે, ત્યારે 3 અઠવાડિયામાં આ રસીનો સ્ટોક ઉપલબ્ધ થશે.