- વેક્સીનને લઈને જયનારાયણ વ્યાસ સાથે મુલાકાત
- વેક્સીન આવ્યા બાદ પણ સાવધાની રાખવી પડશે
- વેક્સીનની આડ અસરની પણ સંભાવના
અમદાવાદઃકોરોના વેક્સીનનું આગમન ટૂંક જ સ્માયમાં ભારતમાં થશે અને તેને લઈને પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ETV ભારત સાથે વેક્સીન અંગે પૂર્વ આરોગ્ય પ્રધાન જયનારાયણ વ્યાસે ખાસ વાતચીત કરી હતી અને વેક્સીન અંગે માહિતી આપી હતી.
- સવાલઃ વેક્સિનનું ટ્રાયલ કેવી રીતે થશે?
જવાબઃ ઘણા દેશોએ વેક્સીન શોધી છે પરંતુ તે સંપૂર્ણ રીતે સફળ રહેશે કે કેમ તે નક્કી ના કરી શકાય. અલગ-અલગ દેશની અલગ-અલગ પ્રકારની વેક્સીન છે. ભારત દેશમાં વધુ લોકોને વેક્સીન આપવાની હોવાથી વેક્સીનનો જથ્થો પણ વધુ આવશે. વેક્સિનને 2થી 8 ડિગ્રીમાં સ્ટોર કરવાની રહેશે. વેક્સીન આવ્યા બાદ કોલ્ડ સેન્ટર, વોલેન્ટિયરને યોગ્ય માર્ગ દર્શન આપવું પડશે. વેક્સીન લેતા અગાઉ તેની આડ અસર અંગે પણ ધ્યાન રાખવું પડશે.
- સવાલઃ વેક્સીન માટે લોકોને કેવી રીતે વિશ્વાસ અપાવી શકાશે?
જવાબઃ વેક્સીન આવે તે અગાઉ જ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યા છે. વેક્સીન લીધા બાદ કોઈને કોઈ આડ અસર ના થાય તે કહેવું યોગ્ય નથી. વેક્સીન લેનારને રિએક્શન પણ થઇ શકે છે તથા આડ અસર પણ થઇ શકે છે. વેક્સીન શરીરમાં જતા માણસનું શરીર કેવી પ્રતિક્રિયા આપે છે તે પણ મહત્વનું છે. જે લોકોને એલર્જી હોય તેને વેક્સીન લેવામાં ખૂબ જ તકલીફ પડશે. લોકોએ પોતાના ડૉક્ટરની સલાહ બાદ જ વેક્સીન લેવી જોઈએ.
- સવાલઃ એકવાર વેક્સીન લીધા બાદ ફરીથી કોરોના થાય તો શું કરવું?
જવાબઃ એક વાર જે વ્યક્તિને કોરોના થયો હોય તે વ્યક્તિને ફરીથી કોરોના થવાની શક્યતા નહિવત છે અને જો ફરી કોરોના થાય તો તે વેક્સીન પર આધારિત છે. આમ તો વેક્સીન લીધા બાદ કોરોના થવાની શક્યતા પણ નહિવત છે.
- સવાલઃ મધ્યમ વર્ગીય પરિવાર વેક્સીન કેવી રીતે મેળવશે?