- કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને અસર થવાની સંભાવના
- મેડિકલ સ્ટાફ વધારવા કવાયત
- ઓક્સિજન અને હોસ્પિટલ બેડ વધારાયા
અમદાવાદ: કોરોના વાઈરસની પ્રથમ લહેર (Corona's first wave) કરતા બીજી લહેર (The second wave of the corona) વધુ ઘાતક સાબિત થઈ છે. આ વાઈરસ સતત પોતાના વેરીઅન્ટ બદલી રહ્યો છે. નિષ્ણાંતોએ આગાહી કરી છે કે, કોરોનાની ત્રીજી(The third wave of the corona) લહેર બીજી લહેર કરતા પણ વધુ ઘાતક હશે બની શકે કે, તે બાળકોના ઈમ્યુનિટી પાવરને પણ હરાવી દે. આ વિશે તમામ લોકોને ચિંતા સતાવી રહી છે.
બાળકોના વેન્ટિલેટર સાથેના બેડ ઉપલબ્ધ હશે
કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા તૈયારીઓ વિશે માહિતી આપતા અમદાવાદના જિલ્લા કલેકટર સંદીપ સાગલે જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરના નિવારણ અને મેડિકલ સુવિધાઓ વધારવાને લઈને પ્રયાસો શરૂ થઈ ચૂક્યા છે. ઓક્સિજન બેડ, વેન્ટિલેટર બેડ અને દવાઓના જથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. બાળકોના સંક્રમિત થવાની આશંકાને ધ્યાનમાં લઈને પિડીયાટ્રીક્સ ડોક્ટરોને ઉપલબ્ધતા વધે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બાળકો માટે સોલા સિવિલ ખાતે 100 વધારાના બેડ, જેમાં પીડીયાટ્રીક વેન્ટિલેટર પણ હોય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.