મેગા સિટી અમદાવાદ માંદગીમાં સપડાઇ રહ્યું છે. વરસાદ બાદ રોગચાળો વકરી રહ્યો છે. પરંતુ તંત્રની ઢીલાશને પગલે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહેલો રોગચાળો અટકવાનું નામ લેતો નથી. શહેરની સ્વચ્છતા કેવા પ્રકારની છે, તેનો નાદાર નમૂનો શહેરમાં વધી રહેલા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના વધારાના આંકડાઓમાં દેખાઈ રહ્યો છે. શહેરમાં એક તરફ ડબલ સિઝન ચાલી રહી છે જેના કારણે લોકો સતત બીમાર પડી રહ્યા છે. દિવસેને ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો નોંધાયો છે.
ડેન્ગ્યુ સામે AMC લાચારઃ 651 કેસ નોંધાયા, મૃત્યુઆંક 16ની પાર - ડેન્ગ્યુ
અમદાવાદ: શહેરમાં એક તરફ ડબલ સિઝનના કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં માત્ર નવેમ્બર મહિનામાં જ ડેન્ગ્યુના 651થી વધુ કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના કારણે 16 થી વધુ લોકોના મોત થયા હોવાનું પ્રકાશમાં આવ્યુ છે.
નવેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 651થી વધુ કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના કારણે 3 વર્ષીય બાળકીનું સોમવાર રાત્રે મોત નિપજ્યું હતું. બાળકી ત્રણ દિવસથી LG હોસ્પિટલમાં દાખલ હતી. આ સાથે જ ડેન્ગ્યુના કારણે 16 કરતાં વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. મેલેરીયાના 188 કેસ જ્યારે ઝેરી મલેરીયાના 31 કેસ નોંધાયા છે. ચિકનગુનિયાના 22 કેસ, ઝાડા- ઉલટીના 367 કેસ, કમળાના 133 કેસ જ્યારે ટાઈફોઈડના 268 કેસ નોંધાયા છે. જોકે તંત્ર મચ્છરોના બ્રિડિંગ અટકાવવા માટે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાઈ રહ્યું છે, છતા રોગચાળો કાબુ પર કાબુ મેળવવા તંત્ર નિષ્ફળ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.