- ETV Bharat દ્વારા રિયાલિટી ચેક કરાયું
- યુવાનોમાં વેક્સિનેશન માટે જોવા મળ્યો ઉત્સાહ
- 18 વર્ષથી ઉપરના તમામ માટે શરૂ થયુ વેક્સિનેશન
અમદાવાદઃ 18 વર્ષથી ઉપરના તમામ યુવા વર્ગ માટે વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કરી દેવામાં આવ્યો છે. તે દરમિયાન ETV Bharat દ્વારા ગાયન સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી. જ્યા વેક્સિનેશનને લઈ યુવાનો પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો હતો.
તમામ લોકોએ વેક્સિન લેવી ખૂબ જ આવશ્યક
યુવાોઓએ જણાવ્યું હતું કે, આ કોરોના કાળમાં વેક્સિન અત્યારે ઉપયોગી છે, કારણ કે હાલ વેક્સિન એક જ સંજીવની છે. કોરોનાની કોઈ ચોક્કસ દવાઓ મળી નથી, ત્યાં સુધી વેક્સિન એક સહારો છે. માટે તમામ લોકોએ વેક્સિન લેવી ખૂબ જ આવશ્યક છે.
અમદાવાદમાં વેક્સિનેશનને લઈ યુવાઓમાં જોવા મળ્યો ઉત્સાહ આ પણ વાંચોઃ અમદાવાદમાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકોની વેક્સિન લેવા લાઇનો લાગી
વેક્સિન પ્રક્રિયા સરળ બને તે માટે કરાયો પ્રયત્ન
વેક્સિન પ્રક્રિયા સરળ બને તે માટે તંત્ર દ્વારા રજીસ્ટ્રેશનથી લઈ અને વેક્સિનેશનના કાર્યક્રમ માટેની તમામ પ્રક્રિયાને સરળ બનાવવાનો પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જેથી જે તે સમયગાળા દરમિયાન રજીસ્ટ્રેશન થયેલા તમામ વ્યક્તિઓને વેક્સિન આપી શકાય. પ્રથમ દિવસે થોડી ખામી રહ્યા બાદ આજે રવિવારે વેક્સિનેશન માટેની જે પ્રક્રિયા છે તે ફરી એક વખત આસાનીથી શરૂ થઈ ગઈ છે અને અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્ય અને દેશભરના યુવાનો વેક્સિન લેવા માટે ઉત્સાહ પણ દેખાડી રહ્યા છે.