- આ વર્ષે દરેક વિદ્યાર્થીને એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ મળશે: નવીન શેઠ
- 60 હજાર બેઠકો સામે 40 હજાર જેટલી બેઠકો ભરાય તેવી શકયતા
- 50 ટકા પ્રવેશ કમિટી અને 50 ટકા ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા બેઠકો ભરાશે
અમદાવાદ: રાજ્યમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા એડમીશન પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. જેમાં પ્રોફેશનલ કોર્સ માટે આ કમિટી દ્વારા પ્રવેશ આપવામા આવે છે. ત્યારે આ મામલે જીટીયુના વાઇસ ચાન્સેલર નવીન શેઠે જણાવ્યું હતું કે, ગયા વર્ષ કરતા આ વર્ષે વધુ બેઠકો ભરાશે તેમજ દરેક વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવશે.
આ પણ વાંચો- અમદાવાદમાં આ વખતે RTE હેઠળ 14,000 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે, 5 જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે
આ વર્ષે 70 હજારમાંથી 50 હજાર બેઠકો ભરાવવાની શકયતા રહેલી છે
સૌ પ્રથમ ધોરણ 12 અને ગુજકેટની પરીક્ષાના આધારે મેરીટ બહાર પાડવામાં આવતું હતું, પરંતુ આ વર્ષે ગુજકેટની પરીક્ષા અને ધોરણ 11 અને ધોરણ 12ની સ્કૂલ દ્વારા લેવાયેલી પરીક્ષાના આધારે મેરીટ બહાર પાડવામાં આવશે. જ્યારે કોલેજોમાં 50 ટકા કમિટી દ્વારા બેઠકો ભરવામાં આવે છે અને 50 ટકા કોલેજો દ્વારા બેઠકો ભરવામાં આવે છે, ત્યારે ગયા વર્ષે 75 હજાર બેઠકો સામે માત્ર 32 હજાર જેટલી જ બેઠકો ભરાઈ હતી, પરંતુ આ વર્ષે કુલ 60 હજાર જેટલી બેઠકો છે એટલે કે પૂરતા પ્રમાણમાં બેઠકો છે. જ્યારે આ વર્ષે 70 હજારમાંથી 50 હજાર બેઠકો ભરાવવાની શકયતા રહેલી છે.