ગુજરાત

gujarat

ETV Bharat / city

આજે ખૂલશે eMudhra લિમિટેડનો IPO, સબસ્ક્રાઈબ કરવો કે નહી?

ઈ મુદ્રા લિમિટેડનો IPO આજ (20 મે)એ શરૂ (eMudhra Limited IPO open from today) થશે. જોકે, તેનો પ્રાઈઝ બેન્ડ 243થી 256 રૂપિયાની નક્કી કરવામાં આવી છે. ઈ મુદ્રા લિમિટેડનો IPO સબસ્ક્રાઈબ (eMudhra IPO Subscribe) કરવા જેવો છે કે નહી, તે અંગે જાણો.

આજે ખૂલશે eMudhra લિમિટેડનો IPO, સબસ્ક્રાઈબ કરવો કે નહી?
આજે ખૂલશે eMudhra લિમિટેડનો IPO, સબસ્ક્રાઈબ કરવો કે નહી?

By

Published : May 20, 2022, 8:32 AM IST

અમદાવાદઃ ડિજિટલ સિક્યુરિટી કંપની ઈ મુદ્રા લિમિટેડે (Digital Security Company e Mudhra) પોતાના પ્રથમ પબ્લિક ઑફર માટે પ્રત્યેક શેર દીઠ 243થી 256 રૂપિયાની પ્રાઈઝ બેન્ડ નક્કી કરી છે. કંપનીના આ ઈનિશિયલ પબ્લિક ઑફરિંગ(IPO) સબ્સ્ક્રિપ્શન માટે આજે (20 મે)એ ખૂલશે અને 24 મેએ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછી 58 ઈક્વિટી શેર માટે બીડ કરી શકે છે અને ત્યારબાદ 58 ઇક્વિટી શેરના ગુણાંકમાં વધુ બીડ કરી શકે છે.

161 કરોડનો નવો ઈશ્યુ -આ IPOમાં (eMudhra Limited IPO open from today) 161 કરોડ રૂપિયાના ઈક્વિટી શેરનો ફ્રેશ ઈશ્યુ અને 98,35,394 ઈક્વિટી શેર સુધી ઑફર ફોર સેલ (OFS) સામેલ છે. ઈ મુદ્રા ભારતમાં સૌથી મોટી લાઇસન્સ પ્રાપ્ત સર્ટિફાઇંગ ઓથોરિટી (Digital Security Company e Mudhra) છે, જે ફોર્સ્ટ એન્ડ સુલિવન રિપોર્ટ અનુસાર FY 2021માં ડિજિટલ હસ્તાક્ષર સર્ટિફિકેટ્સમા માર્કેટમાં 37.9 ટકાનો બજાર હિસ્સો ધરાવે છે, જેને તેના DRHP દસ્તાવેજમાં રજૂ કરવામાં આવ્યો છે. સુરક્ષિત ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં તે વન સ્ટોપ શોપ પ્લેયર (Digital Security Company e Mudhra) છે.

ડિજિટલ હસ્તાક્ષર સર્ટિફિકેટ્સ આપે છે -ઈ મુદ્રા લિમિટેડના (eMudhra Limited IPO open from today) ચેરમેન વી. શ્રીનિવાસનના જણાવ્યા અનુસાર, બેંગલુરુમાં આવેલી આ કંપની વિવિધ ઉદ્યોગોમાં કામ કરી રહેલી વ્યક્તિઓ તેમ જ સંસ્થાઓને ડિજિટલ ટ્રસ્ટ સેવાઓ અને એન્ટરપ્રાઈઝ ઉકેલો (Digital Security Company e Mudhra) પૂરા પાડવામાં જોડાયેલી છે. તેનો પ્રારંભ થયો ત્યારથી તેમણે 1.43 લાખ રિટેઇલ ગ્રાહકો માટે 50 મિલિયન કરતાં વધારે ડિજિટલ સહી સર્ટિફિકેટ ઈશ્યુ કર્યા છે.

આ પણ વાંચો-Share Market India: શેરબજારમાં મોટો કડાકો, ફરી ધોવાયા રોકાણકારોના પૈસા

ડિસેમ્બર 2021ની સ્થિતિ - જ્યારે 31 ડિસેમ્બર 2021 સુધીની સ્થિતિ અનુસાર, તેમની પાસે ભારતમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલી ડિજિટલ ટ્રસ્ટ સેવાઓ (Digital Security Company e Mudhra) માટે 91,259 ચેનલ પાર્ટનરો હતા અને પોતાના 539 સિસ્ટમ ઈન્ટીગ્રેટર પાર્ટનરોમાંથી 267 ભારતમાં ઉપસ્થિત હતા અને બાકીના પાર્ટનરો યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, યુરોપ, મધ્યપૂર્વ અને આફ્રિકા, એશિયા પેસિફિકમાં આંતરરાષ્ટ્રીય ઉપસ્થિતિ ધરાવે છે, જ્યાં તે પોતાના ઉકેલો અને સેવાઓ પ્રદાન કરે છે.

આ પણ વાંચો-Gold Silver Price in Gujarat: સોના-ચાંદીમાં રોકાણ માટે સારો દિવસ, ભાવ જોઈને તમે પણ કહેશો 'એ હાલો...'

પેપરલેસ ટ્રાન્ઝંક્શનમાં મુખ્ય ભાગ ભજવે છે -તે વિવિધ સરકારી એજન્સીઓ અને રાજ્ય સરકારોને પણ સેવાઓ અને ડિજિટલ પ્રોડક્ટ્સ પ્રદાન કરે છે અને તે પ્રકારે તેઓ ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે પેપરલેસ ટ્રાન્ઝક્શન સક્ષમ કરવામાં મુખ્ય પ્લેયર છે. તેના ગ્રાહકોમાં ઇન્ફોસિસ લિમિટેડ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ લિમિટેડ, મેશરેક બેન્ક, બૌડ ટેલિકોમ કંપની, ચોલામંડલમ એસ.એસ. જનરલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ, ભારતી AXA લાઈફ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ સહિત અન્ય કંપનીઓ છે, જેઓ બેન્કિંગ, ઈન્શ્યોરન્સ, ટેલિકોમ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી વગેરે વિવિધ ઉદ્યોગોમાં કાર્યરત છે.

કંપનીના પરિણામો -કંપનીએ 31 માર્ચ 2021ના રોજ પૂરા થતા વર્ષમાં પોતાની કામગીરીઓમાંથી થતી આવકમાં 13 ટકાની વૃદ્ધિ સાથે 131.59 કરોડ રૂપિયાની આવક નોંધાવી છે, જ્યારે અગાઉના વર્ષમાં તે આવક 116.45 કરોડ રૂપિયા હતી, જે પ્રાથમિકરૂપે આંતરરાષ્ટ્રીય સ્તરે અને તેમાં પણ ખાસ કરીને મધ્યપૂર્વ અને આફ્રિકા (MEA)માં કરવામાં આવેલા વિસ્તરણના પરિણામે અને ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ્સમાં સરેરાશ રિઅલાઈઝેશનમાં થયેલી વૃદ્ધિના કારણે આવકમાં વૃદ્ધિ દર્શાવે છે. FY 21માં કંપનીનો નફો 37.68 ટકા વધીને રૂપિયા 25.36 કરોડ નોંધાયો છે. FY20માં નફો રૂપિયા 18.42 કરોડ નોંધાયો હતો. 31 ડિસેમ્બર 2021ના રોજ પૂરા થતા નવ મહિનાના સમયગાળા માટે કામગીરીઓમાંથી થયેલી આવક રૂ. 137.24 કરોડ નોંધાઇ છે અને ચોખ્ખો નફો રૂ. 30.34 કરોડ નોંધાયો છે.

ABOUT THE AUTHOR

...view details