ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Assembly Elections 2022 : ગુજરાતમાં ચૂંટણી પહેલાં પક્ષો કોમી હિંસા અને પાકિસ્તાન મુદ્દાની રાજનીતિ કરે છે તે કેટલી યોગ્ય - ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

વિધાનસભા ચૂંટણી આવે તે પહેલાં ગુજરાતમાં કોમી હિંસા અને આતંકવાદી પ્રવૃતિઓ વધી જતી હોય છે. આવી પ્રવૃતિથી શું (Elections and Terror politics ) રાજકીય લાભ થાય છે? વાંચો Etv Bharatનો વિશેષ અહેવાલ

Gujarat Assembly Elections 2022 : ગુજરાતમાં ચૂંટણી પહેલાં પક્ષો કોમી હિંસા અને પાકિસ્તાન મુદ્દાની રાજનીતિ કરે છે તે કેટલી યોગ્ય
Gujarat Assembly Elections 2022 : ગુજરાતમાં ચૂંટણી પહેલાં પક્ષો કોમી હિંસા અને પાકિસ્તાન મુદ્દાની રાજનીતિ કરે છે તે કેટલી યોગ્ય

By

Published : Feb 3, 2022, 6:59 PM IST

Updated : Feb 3, 2022, 7:32 PM IST

અમદાવાદ- ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર 2022માં (Gujarat Assembly Elections 2022 ) આવી રહી છે. તેને હવે 11 મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે તે અગાઉ છેલ્લા એક મહિનાથી ગુજરાતમાં કોમી હિંસા ભડકાવવાનું અને પાકિસ્તાનની નાપાક હરકતો (Elections and Terror politics ) શરૂ થઈ ગઈ છે. જો કે સામે પોલીસ પણ સતર્ક બની ગઈ છે અને તેનો સામનો કરી આવા તત્વોને પકડીને જેલભેગાં કરી રહી છે.

આવી ઘટનાઓ કેમ ચૂંટણી પહેલા જ બને છે તેની તપાસ કરવી જોઈએ.

હિન્દુ મુસ્લિમના નામે મત વિભાજન

સવાલ એ છે કે વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022 ) આવે તે પહેલા જ આમ કેમ થતું હોય છે. છેલ્લા બે ચૂંટણી પહેલાનો ઈતિહાસ તપાસીએ તો ખબર પડે છે કે ચૂંટણીના વર્ષમાં જ કોમી હિંસા અને પાકિસ્તાન મુદ્દો (Elections and Terror politics ) વધુ ચગે છે. જેનો સીધો લાભ (Political Stir before Gujarat Assembly Election ) રાજકીય પક્ષ મેળવી લે છે. જો કે હવે મતદાર ખૂબ જ શાણો થઈ ગયો છે. તે બધું જ સમજે છે. તેણે ધાર્યું હોય તેને જ મત આપે છે. તેમ છતાં કેટલાક લાગણીશીલ લોકો હિન્દુ અને મુસ્લિમના નામે મત વિભાજન કરતાં હોય છે. ગોધરાકાંડ થયા પછી ગુજરાતમાં જે રમખાણો ફાટી નિકળ્યા તેનો સીધો લાભ ભાજપ મેળવી ગયો હતો અને સ્પષ્ટ બહુમતી સાથે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભાજપની સરકાર બનાવી હતી. તે અગાઉ કોંગ્રેસ પણ જ્ઞાતિવાદી અને જાતિવાદી સમીકરણોથી ચૂંટણી લડતી હતી અને જીતતી હતી.

શું હતીખામ થીયરી?

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીની ખામ થીયરી ખૂબ પ્રચલિત બની હતી, તે ખામ થીયરીથી (ક્ષત્રિય, હિન્દુ દલિત, આદિવાસી અને મુસ્લિમ) જ ગુજરાતમાં ચૂંટણી લડ્યાં અને તેઓ સફળ થયાં હતાં. આ ખામ થિયરીમાં પણ જાતિવાદી સમીકરણ નહી તો શું છે? હવે તે ભાજપ કરી રહ્યું છે. ભાજપે હિન્દુવાદી વલણ ઉભું કર્યું છે, જે સૌ કોઈને સ્પર્શે છે અને હિન્દુના મતથી ભાજપ જીતી રહ્યો છે.

2012ની વિધાનસભાની ચૂંટણી

2012માં 13 અને 17 ડિસેમ્બર એમ બે તબક્કામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. તે વખતે ભાજપે 115 બેઠકો પર જીત મેળવી હતી અને કોંગ્રેસને 61 બેઠકો મળી હતી. 2012ની ચૂંટણી દરમિયાન 2008માં મુંબઈમાં સૌથી મોટો આતંકી હૂમલો થયો હતો. તેનો એક જીવિત આરોપી અજમલ કસાબને 21 મે, 2012ના રોજ પૂણેની યરવડા જેલમાં ફાંસી અપાઈ હતી. 2011ની સાલમાં ગુજરાતમાંથી 170 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું, જેમાં 12 કેસ અને 22ની ધરપકડ કરાઈ હતી. તે પછી બીજુ 12 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું અને તે આરોપીઓને આજીવન કેદની સજા કરાઈ હતી. 22 ફેબ્રુઆરી, 2011ના રોજ ગોધરાકાંડના આરોપીઓનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવીને 31 આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા. જ્યારે આવી ઘટનાઓ બનતી હોય તેનું રીફલેક્શન (Political Stir before Gujarat Assembly Election ) ચૂંટણીમાં પડતું હોય છે.

આ પણ વાંચોઃ India Pakistan water border: પાકની નાપાક હરકત, ભારતીય જળસીમાં પરથી બીજી બોટ સાથે માછીમારોનું અપહરણ

2017માં વિધાનસભાની ચૂંટણી

2017માં 9 અને 14 ડિસેમ્બર એમ બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. તેના પરિણામમાં ભાજપને 99 બેઠક અને કોંગ્રેસને 77 બેઠક મળી હતી. આ ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનનું ફેકટર મહત્વનું બન્યું હતું. જેને કારણે ભાજપને ઓછી બેઠકો મળી હતી. તે ચૂંટણી પહેલા 10 જુલાઈ, 2017 પહેલા ગુજરાતના અમરનાથ યાત્રિકો પર આતંકી હૂમલો થયો હતો. સાત શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને 32 ઘાયલ થયા હતા. 2017ના ઓગસ્ટમાં પોરબંદર નજીકથી 3500 કરોડ રૂપિયાનું 1500 કિલો હેરોઈન ભરેલું જહાજ પકડાયું હતું. 6 માર્ચ, 2016ના રોજ સરહદ પરથી હથિયાર મળી આવ્યા હતાં. તે પછી ગુપ્તચર એજન્સીઓએ એવી આશંકા દર્શાવી હતી કે ગુજરાતમાં આતંકીઓ ઘૂસી આવ્યા છે, જેને પગલે રાજ્યને હાઈએલર્ટ પર મુકવામાં આવ્યું હતું. 2016 અને 2017માં આતંકવાદી હૂમલો થવાના ઈનપુટને પગલે અમદાવાદ સહિત રાજ્યના તમામ એરપોર્ટ હાઈએલર્ટ પર મુકી દેવાયા હતા. આવી ઘટનાઓ જ્યારે ચૂંટણીના વર્ષમાં (Gujarat Assembly Elections 2022 ) બને ત્યારે શાસક પક્ષને (Political Stir before Gujarat Assembly Election ) વધુ ફાયદો થતો આવ્યો છે.

હવે 2022ની ચૂંટણી પહેલાં શું?

હવે જ્યારે 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું (Gujarat Assembly Elections 2022 ) વર્ષ છે, ત્યારે કોમી હિંસા અને પાકિસ્તાન કનેક્શન મુદ્દો (Elections and Terror politics ) ફરીથી ઉછળ્યો છે. પોરબંદર અને કચ્છથી ડ્રગ્સ પકડાયું છે. પાકિસ્તાનના શસ્ત્રો પકડાયા છે. ભારતની બોટનું અપહરણ કરીને પાકિસ્તાન લઈ જાય છે. તો બીજી બાજુ પાકિસ્તાની બોટો ભારતની જાસુસી કરવા જળમાર્ગે ભારતની જળસીમામાં પ્રવેશ કરે છે. ધંધૂકામાં કિશન ભરવાડની હત્યા કરાઈ, જેમાં મુસ્લિમ આરોપી પકડ્યા, તેમના તાર મૌલવી સાથે નિકળ્યાં, તે મૌલવીના કહેવાથી હત્યા કરી. તે મૌલવીના તાર પાકિસ્તાનના કરાંચી સાથે જોડાયેલા નિકળ્યાં. હાલ એટીએસ તપાસ કરી રહી છે અને દરરોજ નવા સનીસનીખેજ ખુલાસા બહાર આવી રહ્યા છે.

કોમી હિંસા અને પાકિસ્તાન મુદ્દાની રાજનીતિ

ટૂંકમાં હિન્દુ મસ્લિમ વચ્ચે કોમી હિંસા અને પાકિસ્તાન સાથેનું કનેક્શન આ બે મુદ્દા ઉછાળીને ચૂંટણીમાં લાભ લેવાનો પ્રયાસ રાજકીય પક્ષો (Gujarat Assembly Elections 2022 ) કરતાં હોય છે. આધુનિક ભારતના ડિજિટલ ગુજરાતમાં પણ હજી ચૂંટણીમાં જ્ઞાતિવાદી સમીકરણો સેટ થાય છે. અને આવા કેટલાક કોમવાદી તત્વો સમગ્ર દેશ અને રાજ્યનું વાતાવરણ (Political Stir before Gujarat Assembly Election ) ડહોળવાનો પ્રયાસ કરતાં હોય છે. ખરેખર તો તમામ રાજકીય પક્ષોએ ભેગા થઈને આવા કોમવાદી તત્વોને ઝબ્બે કરવા માટે એક થવું પડે. દેશના ભાગલા કરાવતા પરિબળોની રાજનીતિ ન કરાય. લાંબાગાળે દેશ અને રાજ્યને નુકસાન થતું હોય છે.

પીડિત પરિવારને ન્યાય મળે તેવો પ્રયાસ કરવો જોઈએઃ દિલીપ ગોહિલ

રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલે Etv Bharat સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આવી ઘટના બને તે દુર્ભાગ્ય ગણાય. આવી ઘટનાને રાજકીય ઘટનાઓ (Elections and Terror politics ) બનાવવી ન જોઈએ. પરંતુ આવી ઘટનાઓ કેમ ચૂંટણી પહેલા જ બને છે તેની તપાસ કરવી જોઈએ. આવી ઘટનાથી રાજકીય ફાયદો ન ઉઠાવવો જોઇએ પરંતુ તેને સામે કાયદા પ્રમાણે સજા તો થવી જોઈએ.

જનતાનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન

આવી ઘટનાઓ પર રાજનીતિ કરવી તે યોગ્ય ન ગણાય. જો આવી ઘટના બને તો સત્તાધીશ પાર્ટી કે વિરોધ પક્ષ પાર્ટી રાજકીય ઘટના બનાવીને જનતાનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરતી હોય છે. પરંતુ આવી ઘટના ઉપર રાજનીતિ ન થવી જોઈએ. પરંતુ દરેક પાર્ટીએ સાથે મળીને ક્રિમિનલ કેસ બને તેવો પ્રયાસ કરવો જોઈએ અને જેથી પીડિત પરિવારને ન્યાય મળે તેઓ પ્રયાસ કરવો જોઈએ.

આ પણ વાંચોઃ Dhandhuka Murder Case: ધંધુકા મર્ડર કેસમાં રાજકારણ ગરમાયુ, ગુજરાત કોંગ્રેસ પ્રમુખે સરકાર પર કર્યા પ્રહાર

આતંકવાદ વિરોધી દલિત વિરોધી માનસિકતા ખતમ કરવી જોઈએ : જયવંત પંડ્યા

રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યાએ ETV BHARAT સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતની વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections 2022 ) પહેલાં જો કોઈ આવી ઘટના બને તો દરેક પાર્ટી રાજકીય ફાયદો ઉઠાવવાને બદલે સાથે રહીને આવી ઘટનાઓ બને તેટલું જલદી નિરાકરણ લાવવું જોઇએ. પરંતુ ગુજરાતના રાજકારણમાં આવું જોવા મળતું નથી.

વિપક્ષનું મૌન યોગ્ય ન ગણાય

ગુજરાતમાં થયેલી હત્યાની ઘટના માટે હજુ પણ વિપક્ષ મૌન છે. આ યોગ્ય ન ગણાય. થોડા દિવસ પહેલાં જ ધંધૂકામાં બનેલી ઘટનામાં કિશન ભરવાડની વિવાદિત પોસ્ટ બાદ માફી માંગી હોવા છતાં તેની હત્યા કેમ કરવામાં આવી ? આ પહેલાં રાધનપુરમાં બહેનને ઘરે જઈને માર મારવો, છોટાઉદેપુરમાં હનુમાન ચાલીસા કરતાં ચાર લોકો પર હુમલો થયો આ ઘટનાઓ બની રહી છે. તે ઘટના ન બને તેને માટે યોગ્ય પગલાં લેવા જોઈએ અને જલદીથી તેનું નિરાકરણ લાવવું જોઈએ.

એ માનસિકતા બદલાવવી જોઇએ

દેશમાં જે આતંકવાદી વિરોધી કે દલિત વિરોધી કે અન્ય સમાજ વિરોધી જે માનસિકતા છે તેને ખતમ કરવી જોઈએ. જો આ માનસિકતા બંધ થશે તો જ દરેક રાજકીય પાર્ટીને ચૂંટણી જીતવા (Elections and Terror politics ) અને પોતાની સત્તા બનાવવા માટે આરોગ્ય, શિક્ષણ અને સુરક્ષા ઉપર ભાર આપીને ચૂંટણી લડવાની જરૂરિયાત ઉભી થશે.

Last Updated : Feb 3, 2022, 7:32 PM IST

ABOUT THE AUTHOR

...view details