- ચૂંટણીનું પરિણામ એક જ દિવસે જાહેર નહીં થાય
- નામદાર કાઈકોર્ટે આપ્યો ચુકાદો
- એક જ દિવસે ચૂંટણીના પરિણામો જાહેર થાય તે માટે કરાઈ હતી પિટિશન
અમદાવાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો એક જ દિવસે જાહેર થાય તે માટે કરાયેલી પિટિશન સામે નામદાર હાઇકોર્ટે શુક્રવાર ચુકાદો આપ્યો હતો. મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતની મતગણતરી એક જ દિવસે ન થાય તેવો ચુકાદો હાઇકોર્ટે આપ્યો હતો. નામદાર હાઇકોર્ટે નોંધ્યું હતું કે, અરજદારોએ મતગણતરીની તારીખ એક જ હોવી જોઈએ તેવું પ્રસ્થાપિત કરવામાં નિષ્ફળ ગયા હોવાથી પિટિશન ટકવાપાત્ર નથી.
ચૂંટણીપંચે 303 પાનાનું સોંગદનામું રજૂ કર્યુ
અત્રે ઉલ્લેખનીય છે કે, જો મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના પરિણામો જુદા જુદા દિવસે જાહેર કરવામાં આવશે, તો અરજદારે એક પરિણામની અસર બીજા પરિણામ ઉપર પડી શકે છે. જોકે ચૂંટણીપંચે 303 પાનાનું સોંગદનામું રજૂ કરતા અરજદારની પિટિશન ટકવાપાત્ર ન હોવાની હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી.
ચાલુ ચૂંટણીની પ્રક્રિયામાં આ પ્રકારની અરજી થઈ શકે નહીં
ચૂંટણીપંચના જોઈન્ટ કમિશનર એ. એ. રામાનુજે અગાઉ હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે, ચાલુ ચૂંટણીની પ્રક્રિયામાં આ પ્રકારની અરજી થઈ શકે નહીં. તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ મતગણતરી અલગ અલગ તારીખે જાહેર કરવાથી પરિણામ પ્રભાવિત થશે તે માત્ર અરજદારની પૂર્વધારણા છે.