અમદાવાદ: વિરમગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં નવા ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં લક્ષ્મણ આર. ચાવડાની ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. સતત બીજી ટર્મ માટે તેમની નિમણૂક કરવામાં આવી છે. લક્ષ્મણ ચાવડાએ વિરમગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને પાયામાંથી ઊભી કરવામાં ખૂબ મહેનત કરી હોવાનું લોકો માને છે.
વિરમગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં નવા ચેરમેનની વરણી કરાઈ - Viramgam APMC
વિરમગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાઈ હતી, જેમાં નવા ચેરમેન તરીકે લક્ષ્મણ આર. ચાવડાની વરણી કરવામાં આવી હતી. તેઓ સતત બીજી ટર્મમાં બિનહરીફ રીતે ચૂંટાઈ આવ્યા છે. તમામ લોકો તરફથી તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
વિરમગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં નવા ચેરમેનની વરણી કરાઈ
નવા નિમાયેલા ચેરમેનને શુભેચ્છા આપવા માટે પૂર્વ ધારાસભ્ય વજુ ડોડિયા, વાઈસ ચેરમેન રમેશ પટેલ, ગિરીશ મોરી, ધ્રુવ જાદવ, અરજણ ડોડિયા, કાળુ ચાવડા, નવદીપસિંહ ડોડિયા, જગદીશ મેણિયા, વિષ્ણુ ભરવાડ, દિપક ડોડિયા, એપીએમસીના અન્ય ડિરેક્ટરો, સહકારી આગેવાનો, કર્મચારીઓ, વેપારીઓ સહિતના અન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.