- EVM વિશ્વસનીય હોવાની ચૂંટણી પંચની રજૂવાત
- EVM સાથે છેડછાડ શક્ય નથી
- VVPATની અમલવારી માટે રાજ્ય સરકારે નિયમ બનાવવો જરૂરી
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બેલેટથી મત ગણતરી કરવા મુદ્દે થયેલી પિટિશનમાં ચૂંટણીપંચે હાઇકોર્ટમાં સોગંદનામું રજુ કર્યું હતું. જેમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન(EVM) વિશ્વસનીય હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે સોગંધ નામામાં જણાવ્યું છે કે, VVPAT ની અમલવારી ફિઝિબલ અને શક્ય નથી. VVPATથી ચૂંટણી કરાવવા માટે રાજ્ય સરકારે નિયમ બનાવેલો હોવો જોઈએ અને ભારતના ચૂંટણી પંચે તે મંજૂર કરેલો હોવો જોઇએ.