ગુજરાત

gujarat

ETV Bharat / city

Ek Villain Returns : અર્જૂન કપુર સાથે ફિલ્મ પ્રમોશનમાં આ અભિનેત્રીઓ આવી અમદાવાદ - Ek Villain Returns Film Promotion

બોલીવુડ અભિનેતા અર્જુન કપૂર અને અભિનેત્રી દિશા પટની અને તારા સુતારિયા અમદાવાદના (Arjun Kapoor Ahmedabad visit) પ્રવાસે ખેડ્યો હતો. પોતાની એક વિલન રિટર્નના (Ek Villain Returns) પ્રમોશનને લઈને અમદાવાદ આવ્યા હતા. ત્યારે આ કલાકારોએ અમદાવાદના લોકો માટે શું કહ્યું જૂઓ.

Ek Villain Returns : અભિનેતા અર્જુન કપુર સાથે આ અભિનેત્રીઓ ફિલ્મ પ્રમોશનને લઈને અમદાવાદ
Ek Villain Returns : અભિનેતા અર્જુન કપુર સાથે આ અભિનેત્રીઓ ફિલ્મ પ્રમોશનને લઈને અમદાવાદ

By

Published : Jul 9, 2022, 5:03 PM IST

અમદાવાદ : બોલીવુડ કલાકાર અર્જુન કપૂર, દિશા પટણી અને તારા સુતરિયા અમદાવાદના પ્રવાસે (Arjun Kapoor Ahmedabad visit) આવ્યા હતા. પોતાની આગામી ફિલ્મ એક વિલન રિટર્નને લઈને પ્રમોશન (Ek Villain Returns) માટે આ કલાકારો અમદાવાદની સફરે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે 'એક વિલન રિટર્ન'નું ટ્રેલર ગુરુવારે (30 જૂન) રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મના નિર્માતા મોહિત સુરી છે.

ફિલ્મ એક વિલન રિટર્નની ટીમ અમદાવાદના આંગણે

આ પણ વાંચો :એક વિલન રિટર્નનું ટ્રેલર રિલીઝ, જાણો કોણ છે હીરો

અર્જુનની શરૂઆત અમદાવાદથી - અર્જુન કપુરે જણાવ્યું હતું કે, મારા માટે અમદાવાદ શહેર લક્કી છે. કારણ કે, 2 સ્ટેટ ફિલ્મ મારા માટે હીટ રહી છે અને મારી સફરની શરૂઆત પણ અમદાવાદથી થઈ હતી. ટ્રેલર શરૂઆતથી અંત સુધી દર્શકોને જકડી રાખશે. આ ખલનાયકની સ્ટોરીમાં કોણ વિલન અને કોણ હીરો, કંઈ સ્પષ્ટ થઈ રહ્યું નથી. જ્હોન, અર્જુન, તારા અને દિશા એકબીજાની વચ્ચે વિલન અને હીરોની રમત (Ek Villain Returns Film Promotion) રમી રહ્યા છે, જે દર્શકોના માથા ઉપર થઈ જઈ રહી છે.

દિશા પટની

આ પણ વાંચો :Arjun Kapoor and Malaika Arora: અર્જુન કપૂર અને મલાઇકા એરોરા ફરી ચર્ચામાં, ફેન્સે કરી આ કોમેન્ટ..

ફિલ્મનું પ્રમોશન -ફિલ્મના પહેલા પોસ્ટરમાં તમામ પાત્રોનો દમદાર લુક જોવા મળ્યો હતો. ફિલ્મની સ્ટાર કાસ્ટમાં પણ આ જ કેપ્શન ફિલ્મનું પોસ્ટર શેર કરીને આપવામાં આવ્યું હતું. ફિલ્મ એક વિલનની સિક્વલ 8 વર્ષ પછી આવી છે, જેનું નિર્દેશન મોહિત સૂરી કરી રહ્યું છે.આ ફિલ્મમાં દિશા પટની, જોન અબ્રાહમ અને તારા સુતારિયા, અર્જુન કપૂરની સાથે જોવા મળશે. ફિલ્મનું પ્રમોશન છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યું હતું. ત્યારે આ કલાકાર અમદાવાદની (Ahmedabad Film Promotion) પ્રવાસે આવીને રાજીપો વ્યક્ત કર્યો છે.

તારા સુતારિયા

ABOUT THE AUTHOR

...view details