- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણ પર બની ફિલ્મ
- ગુજરાત અને મુંબઈમાં શૂટિંગ
- વડાપ્રધાનના બાળપણથી RSS માં જોડાવા સુધીનાં સફર પર ફિલ્મ
અમદાવાદ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર 'એક નયા સવેરા' ફિલ્મ બની છે. આપણે સૌ કોઈ તેમના વર્તમાનથી તો પરિચિત છીએ, પરંતુ તેમના બાળપણ વિશે ઘણી એવી વાતો છે જેના વિશે આપણે સૌ અજાણ છીએ, ત્યારે તેમના જીવન સાથે જોડાયેલી બાળપણની વાતો "એક નયા સવેરા" ફિલ્મમાં આપણને જોવા મળશે. આ ફિલ્મના રાઇટર અને ડિરેકટર સબ્બિર કુરેશી છે. જેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રેરાઈને આ ફિલ્મ બનાવી છે.
ગુજરાતમાં થયું શૂટિંગ
આ ફિલ્મના નિર્માણ માટે રાઈટર અને ડિરેકટર સબ્બિર કુરેશીએ તેમના બાળપણ વિશે અભ્યાસ કર્યો હતો. નરેન્દ્ર મોદીના બાળપણના જીવનકાળ દરમિયાનની વાતોને બારીકાઈથી આ ફિલ્મમાં દર્શાવવામાં આવશે. કાસ્ટીંગ તરીકે ચાઇલ્ડ મોદીજીનો રોલ રુદ્ર રામેટેકર, મોદીજીની માતાનો રોલ કીન્નલ નાયક, મોદીજીની બહેનનો ગુંજન રામટેકર તથા મોદીજીની ટીચરનો રોલ નાજીર અજમેરીએ પ્લે કર્યો છે. તથા કેરેક્ટર તરીકે મેઘા રાઠોર દ્વારા કામ કરવામાં આવ્યું છે.