નારી સંરક્ષણગૃહમાં રહેતી યુવતીઓને શિક્ષણ આપવામાં આવેઃ હાઈકોર્ટ - ETVBharat
નારી સંરક્ષણગૃહમાં લાંબા સમય સુધી રહેનાર યુવતીઓને રાજ્ય સરકાર શિક્ષણ આપે એવો ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચૂકાદો આપવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે હેબિયસ કોર્પસ અરજીના ચૂકાદામાં પાલનપુર નારી સંરક્ષણગૃહ અને ડિસ્ટ્રીકટ જજને યુવતીને શૈક્ષણિક શિક્ષણ આપવાનો નિર્દેશ કર્યો છે.
નારી સંરક્ષણગૃહમાં રહેતી યુવતીઓને શિક્ષણ આપવામાં આવેઃ હાઈકોર્ટ
અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટમાં પ્રેમ સબંધમાં ભાગી ગયેલી તરુણીને પરત લાવવા માટે કરાયેલી હેબિયસ કોપર્સ અરજીમાં તરુણીએ માતાપિતા સાથે ન રહેવાનો નિણર્ય કરતાં કોર્ટે આ મહત્વપુર્ણ નિર્દેશ આપ્યો હતો. ગુજરાત હાઈકોર્ટની જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ એન.વી. અંજારીયાની ડિવિઝન બેંચે શેલ્ટર હોમ અને નારી સંરક્ષણગૃહમાં લાંબા સમય સુધી રહેનાર તમામ વ્યક્તિને શિક્ષણ આપવું જોઈએ એવો આદેશ કર્યો છે.