- ધંધુકા તાલુકા અને જિલ્લા પંચાયતની સીટો માટે કર્યો પ્રચાર
- ભાજપનાં ઉમેદવારોને આપ્યો ચૂંટણીલક્ષી બોધપાઠ
- તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભાજપા બહુમતી પ્રાપ્ત કરશે તેવો અભિગમ
ધંધુકામા શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ચૂંટણીલક્ષી સભા સંબોધી - education minister
સમગ્ર રાજ્યમાં તાલુકા, જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. તેના ભાગરૂપે સત્તાધારી પક્ષના કેબિનેટ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધંધુકામા વિવિધ સ્થળોએ ચૂંટણી પ્રચાર કર્યો હતો.
ધંધુકામા શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ચૂંટણીલક્ષી સધંધુકામા શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ચૂંટણીલક્ષી સભા સંબોધીભા સંબોધી
ધંધુકા: શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધંધુકા તાલુકાના વાગડ, ઉચડી, પરબડી, રોજકા, મોટા ત્રાડીયા, અડવાળ, પચ્છમ અને ફેદરા ગામ સહિતના સ્થળોએ ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેઓએ જાહેર સભામાં સંબોધન કરતાં જણાવ્યું કે, જાહેર જીવનમાં પડેલા વ્યક્તિએ સમજી લેવું જોઈએ કે કોઈ એક સમાજથી નહી પરંતુ બધા જ સમાજનાં સાથ અને સહકારથી ચૂંટણી જીતી શકાય છે.