ગુજરાત

gujarat

By

Published : Jun 2, 2022, 6:08 PM IST

ETV Bharat / city

Ectopic Surgery in Ahmedabad Civil Hospital : ઓડિશાની દીકરી અહીં બની ભયંકર પીડાથી મુક્ત

અમુક પ્રકારની આરોગ્ય સમસ્યાઓમાં ફક્ત દર્દી જ નહીં, તેનો પરિવાર પણ અસહ્ય પરિસ્થિતિમાંથી પસાર થતો હોય છે. ઓડિશાની દીકરી સાયના મઢેવાલ બ્લેડર એસ્કટ્રોપી (Ectopic Surgery in Ahmedabad Civil Hospital ) જેવી ગંભીર સમસ્યાથી પીડાતી હતી. સાયના મઢેવાલ અને તેના પરિવારને એવી પરિસ્થિતિમાંથી મુકત થવામાં અમદાવાદની સિવિલ હોસ્પિટલની કેવી સરસ મદદ મળી તે વિશે જાણીએ.

Ectopic Surgery in Ahmedabad Civil Hospital : ઓડિશાની દીકરી અહીં બની ભયંકર પીડાથી મુક્ત
Ectopic Surgery in Ahmedabad Civil Hospital : ઓડિશાની દીકરી અહીં બની ભયંકર પીડાથી મુક્ત

અમદાવાદ - એને મોડલ બનવું છે, ફેશનના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી ઉજ્જવળ કરવી છે. પરંતુ તે ફ્રોક સિવાયના જીન્સ, ટોપ, ક્રોપ ટોપ, સોર્ટ્સ જેવા કપડા પહેરી શકતી નહોતી.. કારણ ? કેમકે તેને જન્મજાત બ્લેડર એસ્કટ્રોપી નામની (Ectopic Surgery in Ahmedabad Civil Hospital ) ગંભીર બિમારી હતી..જેના કારણે સતત તેણીને ડાયપર પહેરીને જ રહેવું પડતું હતું. બ્લેડર એસ્કટ્રોપી એટલે કે પેશાબની નળીમાં સતત લીકેજ હોવું. તેણીને જન્મજાત બ્લેડર એસ્કટ્રોપીની તકલીફ હોવાના કારણે યુરીનનું સતત લીકેજ થતું રહેતું. જે કારણોસર સ્કૂલમાં હોય કે અન્ય સ્થળે તેણીને ડાયપર પહેરી (Problems with bladder astropy)જ રાખવું પડતું.આવી પીડામાંથી ઓડિશાની દીકરી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મુક્ત બની છે.

સાયનાના માતાએ સાધ્યો સંપર્ક -સાયનાએ ડાયપર સાથે 13 વર્ષ જીવન ગાળ્યું. પિતા બાળરોગ ડૉક્ટર છે. ઓડિસા સહિત દેશના અન્ય નામાંકિત ખાનગી હોસ્પિટલમાં નિદાન કરાવીને બે વખત તો સર્જરી પણ કરાવી. જે સર્જરી બાદ પેશાબની કોથળી મોટી ન થતા લીકેજની (Problems with bladder astropy)સમસ્યાનું નિરાકરણ આવ્યું નહીં.એક દિવસ સાયનાની માતા રૂપશ્રી મઢવાલએ ગુગલ પર આ સમસ્યા અંગેના શ્રેષ્ઠ તબીબ અને નિવારણ સેન્ટર અંગે સર્ચ કર્યું. જેમાં તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ (Ahmedabad Civil Hospital Pediatric Surgery Department) અંગે જાણ થઇ. તેમણે બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષીને સંપર્ક કર્યો. સમગ્ર સમસ્યા વિશે વિગતવાર ચર્ચા કરી. ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં બ્લેડર એસ્કટ્રોપી (Ectopic Surgery in Ahmedabad Civil Hospital ) અંગેનો આંતરરાષ્ટ્રીય કેમ્પ (Medical team of Indo American Collaboration ) સિવિલ હોસ્પિટલમાં યોજાય છે. જેમાં આ વર્ષના માર્ચ મહિનામાં સાયના અને તેમના પરિવારજનો પણ સમસ્યાના નિવારણની આશા સાથે સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યાં.

અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન ગુજરાતીઓના માયાળુ સ્વભાવનો પરિચય પણ થયો

આ પણ વાંચોઃ 200 organ donation : આ હોસ્પિટલમાં અંગદાનના સેવાયજ્ઞમાં મળ્યો સહકાર, 210 અંગોની રીટ્રાઇવલ સર્જરી સફળ

માર્ચ મહિનામાં સર્જરી કરવામાં આવી - આ કેમ્પમાં સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ (Ahmedabad Civil Hospital Pediatric Surgery Department) અને વિદેશી તબીબોના સહિયારા પ્રયાસોથી (Medical team of Indo American Collaboration )દેશભરના બાળકોની અત્યંત જટીલ કહી શકાય તેવી બ્લેડર એસ્કટ્રોપીની સર્જરી કરવામાં આવે છે. માર્ચ મહિનામાં સાયનાની પણ સર્જરી (Ectopic Surgery in Ahmedabad Civil Hospital ) હાથ ધરવામાં આવી.જેમાં ઇન્ડો અમેરિકન કોલોબ્રેસનની ટીમ દ્વારા આંતરડુંં લગાવીને પેશાબની કોથળી મોટી કરવામાં આવી. 14 કલાકની ભારે જહેમતના અંતે ઓપરેશન સફળ રહ્યું.ત્યારબાદ અંદાજીત 2 મહિના જેટલો સમય પોસ્ટ ઓપ કેર તરીકે સિવિલ હોસ્પિટલની જ 1200 બેડ હોસ્પિટલમાં ગાળ્યો.

ખાનગી હોસ્પિટલોમાં થાય છે મોટો ખર્ચ - ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારની સર્જરીના 12-14લાખ જેટલો ખર્ચ અને પોસ્ટ ઓપ આઇ.સી.યુ.માં દાખલ રહેવાની તોતીંગ રકમ વસૂલવામાં આવે છે. જે ગુજરાત સરકારની સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ બની. સાયનાની માતાએ જણાવ્યું કે, મારી દીકરી13 વર્ષથી અત્યંત જટીલ પ્રક્રિયામાંથી પસાર થઇ રહી હતી.હું એમ કહીશ કે મારી દીકરી જ નહીં પરંતુ ચાર વ્યક્તિઓનું મારુ નાનુ કુટુંબ ઘણી મોટી (Problems with bladder astropy)સમસ્યામાંથી સંયુક્ત રીતે પસાર થઇ રહ્યું હતુ. બે વખત સર્જરી કરાવ્યા છતા પણ તે નિષ્ફળ રહી. મારી દીકરી ક્યારેય સાજી થઇ શકશે કે કેમ તે એક પ્રશ્નાર્થ બની ગયો હતો. વળી 40 લાખ જેટલો અંદાજીત ખર્ચ પણ થઇ ગયો હતો.

તેઓએ વધુ જણાવ્યું કે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવીને જ્યારે તબીબોએ મારી દીકરીની સફળતાપૂર્ણ સર્જરી કરીને તેને પીડામુક્ત કરી ત્યારે અમારા જીવનમાં તો જાણે સુખનો સુરજ ઉગ્યો હોય તેવી પ્રતીતિ થઇ છે. ઓડિશાથી ગુજરાતમાં આવીને સર્જરી (Ectopic Surgery in Ahmedabad Civil Hospital ) કરાવ્યા બાદ જે ૨ મહિના અમે અહીં વિતાવ્યા છે તે બે મહિનામાં અમને ગુજરાતના લોકો ગુજરાતની સંસ્કૃતિથી હુબહુ થવાનો અવસર પણ મળ્યો. અમે સ્વપ્નેય વિચાર્યુ ન હતું કે, એક સરકારી હોસ્પિટલમાં તબીબોથી લઇ નર્સિંગ અને સફાઇકર્મી સહિતનો તમામ સ્ટાફ આટલો સપોર્ટીવ અને સંવેદનશીલ હોઇ શકે. સિવિલ હોસ્પિટલ તંત્ર સારવાર સાથે સંભાળ અને હુંફ પણ આપે છે. કદાચ તેના પરિણામે જ આજે અમારી સાયનાના સ્વપ્નોને ઉડવા માટે પાંખ મળી છે.

13 વર્ષથી ભોગવેલી પીડામાંથી મુક્તિનો આનંદ

આ પણ વાંચોઃ Trichobazar: સિવિલ હોસ્પિટલમાં 9 વર્ષની બાળકીના પેટમાંથી ટ્રાયકોબેઝોરની ગાંઠ નીકાળી

સાયનાનો પ્રતિભાવ-યના પોતાના પ્રતિભાવોમાં કહે છે કે બાળપણથી જ મને ડાયપર પહેરીને ફરવું પડતું ત્યારે ઘણું સંકોચ (Problems with bladder astropy)અનુભવતી હતી. મારૂ જીવન સામાન્ય બાળકી જેવું ન રહીને અસામાન્ય બની ગયુ હતુ. તે સંકોચમાં પણ નિ:સંકોચપણે જીવીને ક્યારેય હાર ન માની. મને મારા મોડલ બનવાના સ્વપ્નના જુસ્સાએ આ પીડા સાથે જીવતા શીખવાડ્યું. મને દ્રઢ વિશ્વાસ હતો કે એક દિવસ જરૂરથી આવશે જ્યારે મારી આ સમસ્યાનો અંત આવશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ મારી વર્ષોની સમસ્યાનો (Ectopic Surgery in Ahmedabad Civil Hospital ) અંત લાવીને મારા સ્વપ્નને તો જેમ પાંખ આપી દીધી હોય તેવો અનુભવ થઇ રહ્યો છે. મારી જેમ દેશમાં ઘણાં બાળકો બ્લેડર એસ્કટ્રોપીની પીડાથી પીડાઇ રહ્યા છે. હું તે તમામ બાળકોને એક જ સંદેશો આપીશ કે સમસ્યા કેટલીય વિકરાળ કેમ ન હોય બસ તેનો જુસ્સાપૂર્ણ સામનો કરવાનો છે. જેમ રાત પછી દિવસ થાય છે તેમજ સમસ્યા ઉદભવી હોય તો તેનું નિવારણ અચૂકથી આવે જ છે.

વિદેશી તબીબોના કોલોબરેશનમાં કેમ્પ યોજાય છે -આ વિશે સિવિલ હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ ડ઼ૉ.રાકેશ જોષી કહે છે કે, અમારી હોસ્પિટલમાં છેલ્લા કેટલાય વર્ષોથી વિદેશી તબીબોના (Medical team of Indo American Collaboration )સહયોગથી બ્લેડર એસ્કટ્રોપીના કેમ્પ (Ectopic Surgery in Ahmedabad Civil Hospital ) કરવામાં આવે છે. આ કેમ્પમાં અત્યંત જટીલ પ્રકારની એસ્કટ્રોપીની સમસ્યાથી પીડાતા બાળકોને પીડામુક્ત કરવામાં આવે છે. સરકારના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્યસેવાઓ અને માળખાગત સુવિધાઓમાં અત્યાધુનિકરણ કરીને સર્વાંગીણ વિકાસ સાધવામાં આવ્યો છે. વસુદૈવ કુટુંબકમને સાર્થક કરતા રાજ્ય આરોગ્ય વિભાગની આરોગ્ય સેવાઓનો લાભ ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યના પીડિત દર્દીઓ સુપેરે મેળવી રહ્યા છે. ગુજરાતના આરોગ્ય મોડલે દેશના અન્ય રાજ્યો માટે પણ ઉદાહરણરૂપ બન્યું છે. કેન્સર, કિડની, હ્યદયરોગ સહિતની અન્ય ગંભીર પ્રકારની બિમારીઓની સારવાર ક્ષેત્રમાં ગુજરાતનું આરોગ્યક્ષેત્ર અક્લપનીય કામગીરી કરી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details