અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં બે ઈ-રિક્ષા શરૂ (E rickshaw at Gujarat University Campus )કરવામાં આવી છે. યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના(Alumni of Gujarat University ) ગ્રુપ તરફથી ભેટ સ્વરૂપે બે ઈ-રિક્ષા અપાઈ છે. જેમાં કેમ્પસમાં એકત્ર થતો કચરો અને એક જગ્યાએથી બીજી જગ્યાએ આવવા કે જવા માટે ઈ- રિક્ષાનો ઉપયોગ કરવામાં આવશે. હાલ ગુજરાત યુનિ.માં કચરો એકત્ર કરવા અથવા ટ્રાન્સપોર્ટેશન (GU Campus Transportation )માટે ડીઝલથી ચાલતા વાહનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ Center for Environmental Education: ગુજરાત યુનિવર્સિટીને સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એનવાયરમેન્ટની માન્યતા મળી
ઈ- રિક્ષાની નિશ્ચિત છે જગ્યાઓ- જ્યારે કેમ્પસમાં એક નિશ્ચિત રૂટ પર એક ઈ- રિક્ષા વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે ચલાવવામાં આવશે.એક વિભાગથી બીજા વિભાગમાં વિદ્યાર્થી અથવા અધ્યાપકોને આવવા જવા માટે ઈ -રિક્ષા (E rickshaw at Gujarat University Campus )મદદરૂપ થશે.