ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં માસ્ક નહીં પહેરનારા અને રસ્તા પર થૂંકનારા લોકોને ઇ-મેમો - અમદાવાદમાં જાહેરમાં થુંકનારાને દંડ

અમદાવાદ શહેર કોરોના પોઝિટિવ કેસની સંખ્યાના કારણે વુહાન બન્યું છે. લોકડાઉન દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી શ્રેષ્ઠ રહી છે. પાલડી ખાતે આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય કન્ટ્રોલ રૂમ ખાતે કોરોના કંટ્રોલરૂમ, ચોમાસાને લઈને મોન્સૂન કંટ્રોલ રૂમ અને ખાસ કોરોનાને લઈને સરકારી નિયમોના ભંગ કરતા લોકોને દંડ કરવા માટેનો કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.

ETV BHARAT
અમદાવાદમાં માસ્ક નહીં પહેરનારા અને રસ્તા પર થુંકનારા લોકોને ઇ-મેમો

By

Published : Jun 13, 2020, 8:47 PM IST

અમદાવાદઃ રાજ્યમાં અનલોક-1ના કારણે આર્થિક પ્રવૃત્તિઓ તબક્કાવાર શરૂ કરવામાં આવી છે, ત્યારે ગુજરાત સરકારના ગૃહવિભાગ દ્વારા કોરોના વાઇરસના સંક્રમણને લઈને કામકાજના સ્થળો પર અને જાહેર સ્થળોએ માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જેનો ભંગ કરનારાને 200 રૂપિયાનો દંડ આપવાની જોગવાઈ છે, પરંતુ શહેરમાં ઘણા લોકો તેનો અમલ કરતા નથી. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 'સેફ એન્ડ સિક્યોર અમદાવાદ(SASA)' પ્રોજેક્ટના માધ્યમથી CCTV કેમેરા દ્વારા માસ્ક અને ફેસ કવર નહીં પહેરનારા નાગરિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં માસ્ક નહીં પહેરનારા અને રસ્તા પર થુંકનારા લોકોને ઇ-મેમો

ટ્રાફિક સિગ્નલો અને જાહેર સ્થળો પરના કેમેરા દ્વારા માસ્ક પહેર્યા વગરના નાગરિકોને ઓળખીને 200 રૂપિયાનો ઇ-મેમો ઇશ્યૂ કરવામાં આવે છે. જેમાં વાહનના નંબર પ્લેટ પરથી તેની ઓળખાણ કરીને તેના ઘરે ઇ-મેમો મોકલી આપવામાં આવે છે. જેનો દંડ નજીકની AMCની કચેરીમાં ભરવાનો હોય છે.

માસ્ક નહીં પહેરનારા અને રસ્તા પર થુંકનારા લોકોને ઇ-મેમો

જો નાગરિક ઈ-મેમો ન ભરે તો કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા તેના ઘરે જઈને દંડની રકમ વસૂલ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ 280 જેટલા ઇ-મેમો ઇસ્યૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદના સેન્ટ્રલ ઝોનમાં એટલે કે જૂના શહેરી વિસ્તારમાં ઇસ્યુ કરવામાં આવ્યા છે.

માસ્ક નહીં પહેરનારા અને રસ્તા પર થુંકનારા લોકોને ઇ-મેમો

ABOUT THE AUTHOR

...view details