ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત બજેટ 2020-21 : નિતીન પટેલ વિધાનસભામાં રજૂ કરશે પોતાનું 8મું બજેટ - ઈટીવી ભારત

બુધવારે ગુજરાત વિધાનસભાનું સત્ર મળશે અને સત્રના પ્રથમ દિવસે જ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન નિતીન પટેલ વિધાનસભા ગૃહમાં વર્ષ 2020નું નાણાકીય બજેટ રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષના બજેટ કરતાં આ વર્ષે બજેટનું કદ વધારવામાં આવ્યું હોય તેવી સૂત્રો દ્વારા માહિતી મળી હતી.

ગુજરાત બજેટ 2020-21 : નિતીન પટેલ વિધાનસભામાં બજેટ રજૂ કરશે પોતાનું 8મું બજેટ
ગુજરાત બજેટ 2020-21 : નિતીન પટેલ વિધાનસભામાં બજેટ રજૂ કરશે પોતાનું 8મું બજેટ

By

Published : Feb 25, 2020, 5:27 PM IST

ગાંધીનગર: ગુજરાતના ગત વર્ષના નાણાકીય બજેટની જો વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણી હોવાના કારણે રાજ્ય સરકારે લેખાનુદાન બજેટ એપ્રિલથી જુલાઈ માસનું રજૂ કર્યું હતું અને ત્યારબાદ જુલાઇ માસમાં યોજાયેલા વિશેષ વિધાનસભા સત્રમાં સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે આ વર્ષે વિધાનસભામાં સમગ્ર વર્ષ દરમિયાનનું બજેટ રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા સત્ર પહેલા ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો દ્વારા ખાસ બેઠકનું આયોજન કરીને એકબીજા પર પ્રહાર કરવાની રણનીતિઓ તૈયાર કરી લેવામાં આવી છે, ત્યારે વિધાનસભાના બજેટ સત્ર વિશેષ રીતે પણ મહત્વનું રહેશે.

ગુજરાત બજેટ 2020-21 : નિતીન પટેલ વિધાનસભામાં રજૂ કરશે પોતાનું 8મું બજેટ

અગાઉ કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં ગુજરાત વિધાનસભાનું સત્ર 24 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવાનું હતું, પરંતુ અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે બજેટ 26 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવાનું નક્કી કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ બજેટસત્રના શરૂઆતમાં જ વિધાનસભાગૃહમાં નમસ્તે કાર્યક્રમના બાબતે પણ વિરોધ પક્ષ સરકાર પર અનેક આક્ષેપો કરશે જ્યારે સરકાર પણ આક્ષેપો પરના પ્રતિઆક્ષેપો કરશે.

ABOUT THE AUTHOR

...view details