અમદાવાદ: કોરોના વાઇરસનો કહેર ગુજરાતમાં પણ પહોંચ્યો છે, ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના નવા 5 કેસનો ઉમેરો થયો છે. જેથી રાજ્યમાં કોરોનાના કુલ 17 પોઝિટિવ કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ 17 કેસ
- અમદાવાદ 7
- વડોદરા 3
- સુરત 2
- ગાંધીનગર 3
- રાજકોટ 1
- કચ્છ 1
અમદાવાદમાં 650, સુરત 590, ગાંધીનગર 223 લોકો હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છે. જેમાં 93 લોકોએ ક્વોરેન્ટાઇન ગાઈડલાઈનનો ભંગ કર્યો હતો. હવે જે પણ વ્યક્તિ આ ગાઈડલાઈનનો ભંગ કરશે તેવા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવશે. 17 પોઝિટિવ કેસના દર્દીઓના નામ સાર્વજનીક કરાશે. હવે જે નવા શંકાસ્પદ દર્દી આવશે તેમને ઘરે જવા દેવામાં આવશે નહીં.
કોરોના સંદર્ભે DYCM નીતિન પટેલની મોટી જાહેરાત નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ રદ કરવામાં આવી છે, પરંતુ રાજ્યસભાની ચૂંટણીઓ કેન્દ્રીય ચૂંટણીપંચની સત્તામાં આવતી હોવાથી તેઓ આ મુદ્દે કેન્દ્ર સરકારને આ ચૂંટણી રદ કરવા માટે રજૂઆત કરશે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, આવનારા સમયમાં સરકાર તરફથી વધુ કડક પગલાં લેવાની સંભાવના છે તેથી લોકો તૈયાર રહે.