- કોરોનાકાળમાં GTUએ વિદ્યાર્થીઓ પાસે અધધ ફી ઉઘરાવી
- પરીક્ષા ફી અને લેટ ફી અંગે 38 કરોડ રૂપિયાની ફી લીધી
- GTUએ લેટ ફી 5 હજાર ઉઘરાવી
- RTIમાં ફી ઉઘરાણીનો ખુલાસો થયો
- લાઈબ્રેરી કે ઈન્ફ્રાસ્ટ્રકચર પુરતા પ્રમાણમાં ન હોવા છત્તાં ફી વસુલી
- EXAMના નામે પણ GTUએ ફી ઉઘરાવી
અમદાવાદ:રાજ્યમાં કોરોનામાં (During the Corona period) અનેક સ્કૂલો તેમજ કોલેજોએ ફી માફી કરી હતી, ત્યારે GTU દ્વારા પણ સેમેસ્ટર ફી (Semester fees also waived by GTU) માફ કરવામાં આવી હતી, પરંતુ બીજી બાજુ GTU દ્વારા વિદ્યાર્થીઓ પાસે લૂંટ ચલાવવામાં આવી હતી. જેમાં GTU દ્વારા પરીક્ષા અને લેટ ફી માટે વિદ્યાર્થીઓ પાસે 38 કરોડ રૂપિયા (GTU collect fees from students) ઉઘરાવ્યાં હતા.
આ પણ વાંચો:GTUના NSSના સ્વયંસેવકોએ વણવપરાયેલી દવા જરૂરીયાતમંદો સુધી પહોંચાડી
બેઠકમાં ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે
આ મામલે GTUના કુલપતિ નવીન શેઠે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમે જે ફી લીધી છે તે પરીક્ષા ફી હતી. તો પણ આ અંગે બેઠકમાં ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે તેવું જણાવ્યું હતું. આ ઉપરાંત લેટ ફી ઉઘરવામાં આવી છે પરંતુ 5 હજાર નથી ઉઘરાવી તેવું જણાવ્યું હતું.
આ પણ વાંચો:સ્વદેશી માઈક્રો પ્રોસેસિંગ ચેલેન્જમાં GTU એ ટોપ 10માં સ્થાન પ્રાપ્ત કર્યું
GTU દ્વારા ઉઘરાવવામાં આવેલી ફી પરત કરવાની માંગ
આ સમગ્ર મામલે NSUIના નેતા ગૌરાંગ મકવાણા દ્વારા RTI કરવામાં આવ્યું હતું. જ્યારે તેમને જણાવ્યું કે કોરોનાકાળમાં સરકાર રાહત આપવા પ્રયાસો કરી રહ્યું હતું ત્યારે GTU દ્વારા વિદ્યાર્થીઓને લૂંટવામાં આવ્યા હતાં. જ્યારે GTU સંલગ્ન 500 કોલેજો છે અને જેમાં 4 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે GTU દ્વારા જે ફી ઉઘરાવવામાં આવી છે તે વિદ્યાર્થીઓને પરત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હાલમાં તો GTU દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ આગામી સમયની બેઠકમાં આ મુદ્દાની ચર્ચા કરીને યોગ્ય અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવશે..