- કોરોના અંગે પ્રશ્નો માટે શરૂ કરાઇ હતી 104 હેલ્પલાઈન
- અત્યાર સુધી 12 લાખ કોલ મળ્યા
- દિવાળીમાં પણ હેલ્પલાઇન રહેશે ચાલુ
અમદાવાદ: કોરોનાના સમયમાં તમામ લોકોને અનેક પ્રશ્નો થાય અને તેમાં પણ સામાન્ય શરદી-ખાંસી કે કોરોના અંગે શંકા થાય ત્યારે આ તમામ શંકાઓના નિવારણ માટે 104 હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યો હતો. જેને અત્યાર સુધી 12 લાખથી વધુ કોલ મળ્યા છે.
કેવી રીતે કામ કરે છે 104 હેલ્પલાઇન
કોરોનાના વધતા જતા સંક્રમણને લઈને સરકાર દ્વારા 104 હેલ્પલાઇનની શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે કોઈને મુંજવણ હોય ત્યારે 104 દ્વારા પહેલા ફોન પર જ નિવારણ આપવામાં આવે છે અને કેસ ગંભીર હોય તો સ્થળ પર જઈને ટેસ્ટ કરવામાં આવે છે. પોઝિટિવ દર્દી ઘરે કોરેન્ટાઇન હોય તો તેની પણ દેખરેખ કરવામાં આવે છે.
30 ગાડીથી શરૂઆત કરી આજે 120 સુધી પહોંચી
કોરોના કાળમાં શરૂ કરાયેલી 104ની હેલ્પલાઈનમાં અગાઉ 30 ગાડી સાથે શરૂ કરાઇ હતી. પરંતુ જેમ-જેમ જરૂર વધી તેમ તેમાં વધારો કરવામાં આવ્યો અને 120 ગાડી લોકોની સેવા માટે રાખવામાં આવી છે.
કોરોનાના સમયમાં 104 હેલ્પલાઈનને 12 લાખથી વધુ કોલ મળ્યા કુલ 12 લાખથી વધુ કોલ મળ્યાશરૂઆતમાં લોકોના અનેક પ્રશ્નો હતા. જેથી લોકોના વધુ કોલ આવતા હતા અને હમણાં પરિસ્થિતિમાં સુધારો થતા કોલ ઘટ્યા છે. માર્ચ મહિનાથી અત્યાર સુધી કુલ 12 લાખથી વધુ કોલ મળ્યા છે. જેમાંથી 2,30,000 કોલ કોરોનાને લગતા હતા અને 1,20,000 કોલને કોવિડની સારવાર પણ અપાઈ હતી.
દિવાળીમાં પણ આ સેવા ચાલુ રહેશેહાલ તો 104 હેલ્પલાઇન પર આવતા કોલમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ દિવાળીમાં ફટાકડાના ધૂમાડા કે અન્ય કારણથી લોકો બીમાર પડવાથી કોલમાં વધારો થઈ શકે છે. જેથી દિવાળી દરમિયાન વધારે કોલ આવે તો તે માટે પણ પૂરી તૈયારી છે. 104ના કર્મચારીઓની પણ દિવાળી દરમિયાનની રજા રદ કરવામાં આવી છે અને લોકોને સેવા મળી રહે તે માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.