- નવગુજરાત કોલેજે ફી ભરવા વિદ્યાર્થીઓને બોલાવ્યાં
- એક વર્ગમાં 50થી વધુ વિદ્યાર્થી
- કોલેજના કારકુને વિદ્યાર્થીઓને ઉશ્કેર્યા
અમદાવાદ: જિલ્લામાં કોરોનાનાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા શહેરની તમામ શાળા- કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ રાખવાના આદેશ અપાયા છે. પરીક્ષાઓ પણ સ્થગિત કરાઇ છે, ત્યારે શહેરની આશ્રમ રોડ પર આવેલી વિખ્યાત નવગુજરાત કોલેજમાં વિદ્યાર્થીઓને ફાઉન્ડેશન અને સોફ્ટ સ્કીલની ફી ભરવા બોલાવાતા સરકારી નિયમોનો ભંગ થયો છે.
આ પણ વાંચો :ગવર્મેન્ટ મહિલા પોલિટેકનિક કોલેજમાં કોરોનાનો પગપેસારો
શાં માટે આવ્યા વિધાર્થીઓ ?
કોલેજના કર્મચારીએ જણાવ્યું હતું કે, આ કોર્સની સો રૂપિયા જેટલી સામાન્ય ફી છે. તે ઓનલાઈન ભરવામાં આવે છે. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓને તે આવડતું ન હોવાથી, વળી કેટલાક વિદ્યાર્થીઓ ગામડાના હોવાથી તેઓ રૂબરૂ આવીને ફી ભરી શકે અને તેમનું ભવિષ્ય બગડે નહીં, તે માટે આયોજન કરાયું છે. વળી કોલેજના ક્લાર્કે 'ચૂંટણી સમયે ભીડ ભેગી થાય છે અને ફી ભરવામાં કોરોના આવે છે' તેમ જણાવીને વિદ્યાર્થીઓને ઉશ્કેર્યા હતા. છેલ્લા બે- ત્રણ દિવસથી તેમને ફી ભરવા બોલાવવામાં આવે છે. જેમાં એક કલાસમાં 50થી વધુ વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ વગર બેઠા હોવાનું ધ્યાને આવ્યું હતું.