અમદાવાદમાં દુર્ગાપૂજાની તૈયારી પૂર્ણ, આજ રાત્રીથી થશે પ્રારંભ - અમદાવાદ બંગાળી સમાજ
અમદાવાદઃ હાલમાં આસો નવરાત્રી ચાલી રહી હોવાથી ભાવિક ભક્તો માતાજીની ભક્તિ અને ગરબામાં લીન થઈ ગયા છે, ત્યારે અમદાવાદના બંગાળી એસોસિએશન દ્વારા દુર્ગાપૂજાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
![અમદાવાદમાં દુર્ગાપૂજાની તૈયારી પૂર્ણ, આજ રાત્રીથી થશે પ્રારંભ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4651385-thumbnail-3x2-ahd.jpg)
Durga Puja in Ahmedabad
અમદાવાદમાં રહેતા બંગાળી સમાજના લોકો દ્વારા કલકત્તાની જેમ જ દુર્ગાપૂજા કરવામાં આવે છે. તેથી જ અમદાવાદના સાબરમતી ખાતે એક વિશાળ પંડાલમાં દુર્ગા પૂજાની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે. આજે રાત્રીથી મહાઆરતી સાથે જ ત્રણ દિવસ ચાલનારા આ વિશેષ તહેવારને સમગ્ર બંગાળી સમાજ દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. અમદાવાદ તેમજ સમગ્ર ગુજરાતમાં રહેતા બંગાળી સમાજ દ્વારા પંડલમાં જ અલગ અલગ કાઉન્ટરોમાં સમગ્ર કલકત્તાના વેપારીઓ દ્વારા કલકત્તી વસ્તુઓનું પણ વેચાણ કરવામાં આવે છે.
અમદાવાદ ખાતે દુર્ગાપૂજાની બંગાળી એસોસિએશન દ્વારા તૈયારી પૂર્ણ