ગુજરાત

gujarat

ETV Bharat / city

નકલી કફ સિરપના નામે નશાયુક્ત પીણાનો વેપલો કરતા ઝડપાયો 400 બોટલ મળી - Ahmedabad Crime Rate

અમદાવાદ શહેરમાં છાનીછુપી રીતે ખોટી રીતે વેચાતા ડ્રગને Ahmedabad cough syrup લઈને અનેક વખત મોટા કેસ સામે આવ્યા છે. ડ્રગ બાદ સીરપનું Drug Case in Ahmedabad ગેરકાયદેસર વેચાણ કરતા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ગેરકાયદેસર રીતે કફ સીરપનું વેચાણ કરતા શખ્સની અમદાવાદ SOGએ આકરી ઢબે પૂછપરછ શરૂ કરી દીધી છે.

નકલી કફ સિરપના નામે નશાયુક્ત પીણાનો વેપલો કરતા ઝડપાયો 400 બોટલ મળી
નકલી કફ સિરપના નામે નશાયુક્ત પીણાનો વેપલો કરતા ઝડપાયો 400 બોટલ મળી

By

Published : Aug 15, 2022, 10:04 PM IST

અમદાવાદઃઅમદાવાદના વટવા વિસ્તારમાં (Ahmedabad SOG) SOGની ટીમે ચોક્કસ બાતમી આધારે એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસ રીપોર્ટ અનુસાર આ વ્યક્તિનું નામ સારીક ઉર્ફે બાલી શેખ છે. જે લોકોને નશાના (Drug Case In Ahmedabad)રવાડે ચડાવતો હતો. જેની પોલીસે ધરપકડ કરી છે. વટવા વિસ્તારમાં ચાર માળીયામાં રહેતો હતો. ગેરકાયદેસર કફ (Duplicate Cough Syrup) સિરપનું વેચાણ કરતો હોવાની ચોક્કસ બાતમી SOG ટીમને મળી હતી.

આ પણ વાંચોઃ મુંબઈથી ડ્રગ લાવતા 4 શખ્સો ઝડપાયા 20 લાખના માલની હતી ડિલેવરી

400 બોટલ મળીઃ આ હકીકત આધારે પોલીસે રેડ કરી આરોપીની ધરપકડ કરી હતી. આ ઘરમાંથી જ પોલીસને સંખ્યાબંધ કપચી ભરેલી બોટલો મળી આવી હતી. અંદાજીત 400 બોટલને પોલીસે જપ્ત કરી લીધી છે. 36 થી વધુ લોકોને બોટલો તે છૂટક વેચવા માટે લાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. અમદાવાદના વટવા વિસ્તારમાંથી 446 જેટલી કફ શિરપની બોટલને કબજે આ શખ્સ સામે કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે.

NDPC હેઠળ ગુનોઃઆ આરોપીની વધુ પૂછપરછ કરતા પોલીસે સારીક વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવી કે સારિક ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. અગાઉ અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનના ત્રણેક ગુઆનોમાં પકડાઈ ચુકેલો છે. સારીકના માતા પિતા પણ પોલીસ ચોપડે ગુનેગાર નોંધાયેલા છે. મહત્વનું છે કે શોર્ટકટથી રૂપિયા કમાવવા અને પોતે પણ નશાના આદી હોય કફ શિરપ પીવા માટે ગેરકાયદેસર વેચાણ ના રવાડે ચડયો હતો.

આ પણ વાંચોઃ રક્ષાસુત્ર બાંધવા જતા સગીરા સાથે થયો સામૂહિક દુષ્કર્મ

તપાસ શરૂઃSOGની ટીમે આ સીરપની બોટલ કયા ડિસ્ટ્રીબ્યુટર પાસેથી મેળવતો ? છેલ્લા કેટલા સમયથી આરોપી સરિક ઉર્ફે બાલી શેખ ગેરકાયદેસર રીતે કફ શિરપનું વેચાણ કરતો ? પોલીસની રેડ દરમિયાન જે મિત્ર હાલમાં ફરાર થયો છે તેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details