- ગુજરાતમાં ડીઝલનો ભાવ-86.84 રૂપિયા પ્રતિ લીટર
- ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની તમામ બસો દોડે છે ડીઝલથી
- 5,047 બસ અત્યારે દોડી રહી છે
- ST નિગમને મળે છે પૂરુ ડીઝલ
અમદાવાદ:ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની તમામ બસો ડીઝલ ઉપર ચાલી રહી છે. જોકે ગુજરાત સરકારે નક્કી કરેલા સ્ટેશન ઉપરથી આ બસોમાં ડીઝલ પુરાતું હોય છે. તેનો રેકોર્ડ રાખવામાં આવે છે અને ઈંધણને લઈને પૂરતા બજેટની ફાળવણી પણ કરવામાં આવી છે. જેને લઇને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના વધતા ડીઝલના ભાવને લઇને ખર્ચમાં જરૂર વધારો થઈ રહ્યો છે પરંતુ તેમ છતાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી. ડીઝલના ભાવને લઈને કર્મચારીઓના પગાર ઉપર કોઈપણ પ્રકારની અસર થઇ નથી.
આ પણ વાંચો:કોરોના કાળમાં ગુજરાત રાજ્ય ST નિગમની આવકમાં ઘટાડો
મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે ચાલતી બસોના 117 શિડ્યુલ રદ્ કરવામાં આવ્યાં
ST નિગમના દૈનિક 6,300 શિડ્યુલમાંથી 5,047 શિડ્યુલ જ ચાલી રહ્યા છે. ST નિગમની આવક રૂપિયા 5.75 કરોડથી ઘટીને રૂપિયા 2.88 કરોડ સુધી પહોંચી છે. મહારાષ્ટ્રમાં પ્રવર્તી રહેલી કોરોનાની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે ચાલતી બસોના 117 શિડ્યુલ રદ્ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત મધ્યપ્રદેશના 29 શિડ્યુલ રદ્ કરવામાં આવ્યાં છે તેમજ રાજસ્થાનમાં 50 ટકાના દરે અત્યારે શિડ્યુલ ચાલી રહ્યા છે.