ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં અવરજવર ઘટવાથી ટ્રાફિક સિગ્નલ 24 કલાક માત્ર ઓરેન્જ લાઇટ જ બતાવી રહ્યા છે - અમદાવાદમાં અવરજવર ઘટી

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા મિની લૉકડાઉન અમલમાં છે. ત્યારે રસ્તા પર પણ અવરજવર ઓછી જોવા મળી રહી છે. આ સાથે જ શહેરમાં ટ્રાફિક સિગ્નલે વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે. શહેરના લોકો બિનજરૂરી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

અમદાવાદમાં અવરજવર ઘટવાથી ટ્રાફિક સિગ્નલ 24 કલાક માત્ર ઓરેન્જ લાઇટ જ બતાવી રહ્યા છે
અમદાવાદમાં અવરજવર ઘટવાથી ટ્રાફિક સિગ્નલ 24 કલાક માત્ર ઓરેન્જ લાઇટ જ બતાવી રહ્યા છે

By

Published : May 12, 2021, 3:59 PM IST

  • શહેરમાં લોકો બિનજરૂરી બહાર જવાનું ટાળી રહ્યા છે
  • અવરજવર ઘટવાથી શહેરના ટ્રાફિક સિગ્નલોએ વિરામ લીધો
  • મોટા ભાગના સિગ્નલોમાં ઓરેન્જ લાઈટ જોવા મળી રહી છે

અમદાવાદઃ શહેર બજાર બંધ થવાની સાથોસાથ હવે ચાર રસ્તાના સિગ્નલોએ પણ વિરામ લીધો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કોરોનાના કારણે શહેરના નાગરિકો બિનજરૂરી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. પરિણામે ટ્રાફિકની સમસ્યા સર્જાવાની પણ બંધ થઈ છે. રસ્તાઓ સૂમસામ બન્યા છે. આ સ્થિતિના કારણે મોટા ભાગના ટ્રાફિક સિગ્નલ 24 કલાક માત્ર ઓરેન્જ લાઈટ જ બતાવી રહ્યા છે. વસ્ત્રાપુર, મેમનગર, ભૂયંગદેવ ચાર રસ્તા, ગુરુકુળ અને, શહેરના અન્ય રસ્તાઓ કે જ્યાં સામાન્ય દિવસોમાં ભારે ટ્રાફિક સર્જતા રહે છે ત્યાં, ટ્રાફિક સિગ્નલનો ઉપયોગ કરવાની હાલ જરૂર નથી.

મોટા ભાગના સિગ્નલોમાં ઓરેન્જ લાઈટ જોવા મળી રહી છે


આ પણ વાંચોઃખેડાના કપડવંજ ખાતે કોરોના જાગૃતિ માટે શિક્ષકોની પહેલ


વસ્ત્રાપુર, ગુરુકુળ સહિતના વિસ્તારોમાં રસ્તા પર સન્નાટો છવાયો

કોરોનાના કેસોમાં એકાએક જે વધારો થયો છે. તેને જોતા ખાન મોટા ભાગના વેપાર બંધ સ્થિતિમાં છે, પરિણામે રસ્તા ઉપર પસાર થનારા વેપારી અને ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ પહેલા વસ્ત્રાપૂર ગુરુકુળ જેવા વિસ્તારોમાં કે જ્યાં હંમેશા ભારે ટ્રાફિકની સમસ્યા રહેતી હતી. ત્યાં હવે રસ્તા ઉપર સન્નાટો છવાયો છે. જરૂરી કામ ન હોય ત્યાં સુધી તમામ લોકો ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે આ સ્થિતિના કારણે હાલ ટ્રાફિક સિગ્નલ પોતાની જવાબદારીમાંથી મુક્ત થયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે શહેરના મોટાભાગના ચાર રસ્તા પર સિગ્નલ ઓરેન્જ લાઇટમાં જોવા મળી રહ્યા છે.

શહેરમાં લોકો બિનજરૂરી બહાર જવાનું ટાળી રહ્યા છે

આ પણ વાંચોઃઘણ આંગણે સુવિધાઃ અમદાવાદની કંપનીએ બનાવ્યા નાશા સાથે ટાઇ-અપ કરી વેન્ટીલેટર

લોકો મિની લૉકડાઉનનું પાલન કરી રહ્યા છે

કોરોના કાળમાં પહેલી લહેર દરમિયાન પણ લોકોએ મિની લૉકડાઉનનું ચુસ્તપણે પાલન કરી કે ઘટાડવામાં મહત્વની ભાગીદારી નિભાવી હતી ત્યારે હવે કોરોનાની બીજી લહેર શરૂ થતાં પણ અમદાવાદના લોકો બિનજરૂરી ઘરથી બહાર નીકળવાનું ટાળી રહી છે. નાગરિકોના સહયોગથી કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વિવિધ બજારો જેવા કે સોના ચાંદી મસાલા બજાર ઈલેક્ટ્રોનિક બજાર સદંતર બંધ છે. આમ, આર્થિક હાલાકી ભોગવીને પણ તમામ લોકો કોરોનાની સમસ્યાથી અમદાવાદને ઉગારવા પ્રતિબદ્ધ છે.

મોટા ભાગના સિગ્નલોમાં ઓરેન્જ લાઈટ જોવા મળી રહી છે

ABOUT THE AUTHOR

...view details