- આવતીકાલે રક્ષાબંધન
- ધાર્મિક તહેવારોની સિઝન શરૂ
- વતન જવા લોકોની એસટી સ્ટેન્ડ પર ભીડ
તહેવારોમાં વતન જવા ગીતા મંદિર એસટી સ્ટેશને ભારે ભીડ - રક્ષાબંધન
કોરોના કાળમાં બાદ આવતા રક્ષાબંધનના તહેવાર અંગે લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેનું પ્રત્યક્ષ ઉદાહરણ અમદાવાદના એસટી બસ સ્ટેન્ડ પર જોવા મળ્યો હતો. બસ સ્ટેશન પર પોતાના વતન જતાં અનેક લોકોની ભીડ જોવા મળી હતી
તહેવારોમાં વતન જવા ગીતા મંદિર એસટી સ્ટેશને ભારે ભીડ
ન્યૂઝ ડેસ્ક: આવતીકાલે શ્રાવણ માસનો પ્રથમ મોટો તહેવાર રક્ષાબંધન છે. તેની સાથે જ પવિત્ર તહેવારોની મોસમ શરૂ થઈ ચૂકી છે. અમદાવાદમાં રહેતા રાજ્યના અન્ય જિલ્લાના લોકો પોતાના પરિવાર સાથે આ તહેવારો ઉજવવાનું પસંદ કરતા હોય છે. તેમના માટે વતન જવાનું એકમાત્ર સસ્તું અને સરળ સાધન એસ.ટી.બસ છે.