અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા અવિરત્ વરસાદની અસર અનેક જિલ્લાઓમાં થઈ (Heavy Rain in all over Gujarat) છે. જોકે, અમદાવાદમાં એક અઠવાડિયા પછી રવિવારે છૂટોછવાયો વરસાદ પડ્યો હતો, પરંતુ આખો દિવસ વરસાદ જોવા મળ્યો નહતો.
તાપીમાં એલર્ટ જાહેર - મહારાષ્ટ્રમાં આવેલા પ્રકાશા ડેમમાંથી (Water released from Prakasha Dam) અત્યારે 1,49,375 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. તેના કારણે તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા ડોલવણ તાલુકાને એલર્ટ જાહેર (Alert declared in Patan) કરવામાં આવ્યા છે. જ્યારે તાપી નદી કિનારે આવેલા ગામના લોકોને નદી કિનારે અવરજવર ન કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. સાથે જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ (Disaster Management Cell) દ્વારા માહિતી આપવામાં આવી હતી.
વડોદરામાં વરસાદી ઝાપટાં-વડોદરામાં વિરામ બાદ મેઘરાજાની આજે એન્ટ્રી (Heavy Rain in Vadodara) થઈ છે. અહીં દિવસભર અસહ્ય ઉકળાટ પછી વરસાદ શરૂ થયો છે. જ્યારે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. તો અહીં દેવ ડેમના 4 દરવાજા આંશિક ખોલી દેવામાં આવ્યા છે. જ્યારે વાઘોડિયા, ડભોઈ અને વડોદરા ગ્રામના કાંઠા વિસ્તારને સાવચેત રહેવા સૂચના આપી દેવાઈ છે. જ્યારે આજવા સરોવર ખાતે સપાટી વધીને 210.35 થઈ છે.
શહેરમાં વરસાદની સ્થિતિ -વડોદરામાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી પડેલા વરસાદ પર નજર કરીએ તો, વડોદરામાં 85 મિમી, કરજણમાં 43 મિમી, ડભોઈમાં 35 મિમી, ડેસરમાં 10 મિમી, પાદરામાં 67 મિમી, વાઘોડિયામાં 91 મિમી, સાવલીમાં 14 મિમી અને શિનોરમાં 45 મિમી વરસાદ પડ્યો હતો.
પાટણમાં ઠંડક પ્રસરી - પાટણમાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ (Meteorological department forecast) સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. અહીં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી છે. તો પાટણ સહિત પંથકમાં ધીમી ધારે વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. જ્યારે વરસાદને લઈ કપાસ, બાજરી સહિતના પાકોને જીવંત દાન મળ્યું છે.