અમદાવાદઃ રાજ્યમાં પડી રહેલો અવિરત્ વરસાદના કારણે (Heavy Rain in all over Gujarat) ક્યાંક રમણીય દ્રશ્યો જોવા મળ્યા હતા. તો ક્યાંક તારાજી સર્જાતા લોકો હેરાન થઈ ગયા હતા. અમદાવાદમાં પણ શુક્રવારે સાંજે ફરી એક વાર મેઘરાજાનું આગમન (Heavy Rain in Ahmedabad) થયું હતું. અહીં એક કલાક સુધી ધોધમાર વરસાદ પડતાં વાહનચાલકો સહિતના તમામ લોકો અટવાઈ ગયા હતા. જોકે, વરસાદના કારણે ઠંડકનો પણ અહેસાસ થયો હતો.
નવસારીમાં એક જ દિવસમાં 811 લોકોને બચાવાયા -નવસારી જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાતા NDRFની ટીમે મેગા રેસ્ક્યૂ ઓપરેશન કર્યું હતું. અહીં અનેક પશુ-પક્ષીઓને બચાવી લેવાયા હતા. તો બચાવ ટૂકડીઓએ પૂર પ્રભાવિત વિસ્તારોમાં ફસાયેલા પ્રાણીઓને ખોરાક પણ પૂરો પાડ્યો હતો. જિલ્લામાં એક જ દિવસમાં 811 લોકોને બચાવવામાં આવ્યા હતા. આ અંગે રાહત કમિશનર પી. સ્વરૂપે માહિતી આપી હતી.
નવસારીમાં મેગા રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણા નદીમાં પાણીનું સ્તર વધ્યું - નવસારીમાં મૂશળધાર વરસાદ (Heavy Rain in Navsari) અને પૂર્ણા નદીમાં જળસ્તર વધવાના કારણે ભારે હાલાકી ભોગવવી પડી હતી. જ્યારે મહારાષ્ટ્રમાં ડેમ ઓવરફ્લૉ થવાના કારણે પૂર્ણા નદીમાં પાણીનું સ્તર વધી ગયું છે. તો જિલ્લા વહીવટી તંત્રની ટીમે આગલી રાતથી આજે સવારે 5:30 વાગ્યા સુધી કામ કર્યું અને અટવાયેલા તમામ લોકોને બચાવ્યા હતા.
નુકસાનનો સરવે કરાશે - મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં નવસારીના કલેક્ટરે જિલ્લાની માહિતી આપી હતી. સાથે જ મુખ્યપ્રધાને તમામ જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્રને પણ સખત મહેનત કરવા સૂચના આપી હતી. કારણ કે, હવે પાણીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને રાજ્યમાં કુદરતી આફતના કારણે થયેલા વિનાશનો સરવે (Survey of rain damage) કરવા પણ જણાવ્યું હતું.
આર્થિક સહાય અપાશે -મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, હવે પાણી ઓછું થઈ ગયું હોવાથી રોગચાળાને વધુ ફેલાતો અટકાવવાની કામગીરી અસરકારક રીતે કરવી જોઈએ. તેમ જ રાજ્યભરમાં નાશ પામેલા રસ્તાઓનું સમારકામ કરવું જોઈએ, જેથી નાગરિકોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. સાથે જ મુખ્યપ્રધાને નુકસાની ભોગવતા લોકોને જરૂરી આર્થિક સહાય આપવા પણ જણાવ્યું હતું.
ડાંગ-વલસાડ રેડ એલર્ટ પર -આ દરમિયાન હવામાન વિભાગે ગુજરાતના બે જિલ્લા ડાંગ અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર (Red Alert at Dang and Valsad) કર્યું છે. વલસાડ છેલ્લા કેટલાક દિવસોથી પૂરના પાણીમાં ગરકાવ છે.
8 જિલ્લામાં હતું રેડ એલર્ટ - આ પહેલા રાજ્યના મહેસુલ અને આપત્તિ વ્યવસ્થાપન પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ ગુરુવારે 8 જિલ્લામાં રેડ એલર્ટ અંગે માહિતી આપી હતી. સુરત, જૂનાગઢ, ગીર, ભાવનગર, તાપી, ડાંગ, વલસાડ અને નવસારી સહિતના આઠ જિલ્લાઓમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરાયું હતું. તેમણે પૂર્ણા નદીમાં પાણીનું સ્તર વધી રહ્યું હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. સાથે જ મહારાષ્ટ્રના ડેમ ઓવરફ્લૉ થઈ રહ્યા હોવા અંગે પણ માહિતી આપી હતી.
NDRFની ટીમ ખડેપગે -રાજ્ય પ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, મુંબઈ તરફના રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને ડાંગ અને કચ્છમાં 2 સ્થળોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ કરવામાં આવ્યા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમ નવસારી અને વલસાડ જિલ્લામાં ફસાયેલા લોકોને બચાવવા માટે સારી રીતે કામ કરી રહી છે. વલસાડ જિલ્લાના દમણ ગંગા નદી પરના મધુબન ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું હતું. કારણ કે, આ પ્રદેશમાં ભારે વરસાદને કારણે હજી પણ ક્ષતિગ્રસ્ત છે.
મુખ્યપ્રધાને લોકોના સ્થળાંતર અંગે મેળવી માહિતી - તો ગુરુવારે રાત્રે રાજ્ય કંટ્રોલ રૂમની મુલાકાત દરમિયાન મુખ્યપ્રધાને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા, રસ્તાઓ અને હાઈવે ખોલવા અને NDRF દ્વારા કરાતી કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તો આ તરફ નવસારી જિલ્લામાં કાવેરી નદી નજીકના ગોલવડ અને ફડવેલ ગામના સ્થાનિકો કાવેરી નદીના કિનારે અચાનક પૂરને કારણે ફસાયા હતા.
સુરતમાં સફાઈ કામ શરૂ - પૂર પ્રભાવિત વિસ્તારોના કેટલાક ભાગોમાં પાણી ઓછું થવાનું શરૂ થતાં સુરત મહાનગરપાલિકાએ સફાઈ કાર્ય શરૂ કર્યું છે. તેમ જ હવે મૂશળધાર વરસાદના કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન (Survey of rain damage) પણ કરાશે. આ અંગે સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ડો. આશિષ નાઈકે જણાવ્યું હતું કે, તેમણે પૂર પ્રભાવિત વિસ્તારોમાં જ્યાં પાણીનું સ્તર ઘટ્યું હતું. ત્યાં સફાઈ કાર્ય શરૂ કર્યું છે. લોકોએ તેમના ઘરો અને દુકાનોમાંથી કચરો ફેંકી દીધો છે. અમે આ સમસ્યાને શક્ય તેટલી વહેલી તકે ઉકેલવાનો પ્રયાસ કરીશું.