અમદાવાદઃ શહેરમાં રવિવારે સાંજે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. તેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જે સવાર સુધી પણ નીતર્યા નથી. શહેરમાં આજે (સોમવારે) પણ ભારે વરસાદની આગાહી છે. ત્યારે કલેક્ટરે આજે (સોમવારે) શહેરભરની તમામ શાળા-કૉલેજ બંધ (Schools and colleges in Ahmedabad closed) રાખવાનો આદેશ આપ્યો હતો. રવિવારે શહેરભરમાં 3 કલાકની અંદર સાડા ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે સૌથી વધુ 9.5 ઈંચ વરસાદ પાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારમાં પડ્યો હતો.
આજે શહેરની તમામ શાળા-કૉલેજો રહેશે બંધ આ પણ વાંચો-આ જિલ્લામાં વરસાદ રાહતને બદલે બન્યો આફત, રેસ્ક્યૂ માટે મદદે આવ્યા યુવાનો
મુખ્યપ્રધાને કરી ઈમરજન્સી બેઠક -શહેરમાં છેલ્લા 3 દિવસમાં સિઝનનો 30 ટકા વરસાદ થઈ ગયો છે. જ્યારે રવિવારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે (Heavy Rain in Ahmedabad) વરસાદ તથા આગામી 2 દિવસ હજી ભારે વરસાદની આગાહીના કારણે મુખ્યપ્રધાને તાબડતોબ ઈમરજન્સી બેઠક (Emergency Meeting for Rain Forecast) બોલાવી હતી. આ બેઠક બાદ જિલ્લા કલેક્ટરે નિર્ણય કર્યો હતો. ત્યારે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પણ આ મામલે સ્કૂલોને સૂચના આપવામાં આવી હતી.
આ પણ વાંચો-ઔરંગા નદીમાંથી ફસાયેલા વ્યકિતનું દિલધડક કરાયું રેસ્ક્યું, જૂઓ વીડિયો...
શિક્ષણ વિભાગે આપી સૂચના - શિક્ષણ વિભાગે પણ તમામ કૉલેજોને સૂચના આપી હતી. આવતીકાલે એટલે કે, 11 જુલાઈએ અમદાવાદ શહેરની તમામ કૉલેજો બંધ (Schools and colleges in Ahmedabad closed) રહેશે. ત્યારે હાલમાં અમદાવાદમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણીઓ ભરાઈ (Heavy Rain in Ahmedabad) ગયા છે. તેમ જ વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે.