ગુજરાત

gujarat

ETV Bharat / city

Drugs Smuggling In Gujarat Coast: જખૌમાં ઝડપાયેલ ડ્રગ્સના કાળા કારોબાર પાછળ કોનો હાથ? જૂઓ સંપૂર્ણ માહિતી - પાકિસ્તાન દ્વારા ડ્રગ્સની દાણચોરી

ગુજરાતના કચ્છના જખૌમાંથી 56 કિલોગ્રામ હેરોઈન ઝડપાયું છે. અને તેની બજાર કિમત રૂપિયા 280 કરોડ થવા જાય છે. ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સ પકડાયું(Drugs seized from Gujarat) તે કોઈ નવી વાત નથી, આ અગાઉ પણ અનેક વખત ડ્રગ્સ ઝડપાયું છે. તેના પરથી એમ સવાલ થાય કે શું ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સના કાળા કારોબારનું હબ(Drugs Smuggling In Gujarat Coast) બની ગયું છે? આવી તમામ વિગતો સાથે જૂઓ Etv Bharatનો વિશેષ અહેવાલ.

Drugs Smuggling In Gujarat Coast: જખૌમાં ઝડપાયેલ ડ્રગ્સના કાળા કારોબાર પાછળ કોનો હાથ? જૂઓ સંપૂર્ણ માહિતી
Drugs Smuggling In Gujarat Coast: જખૌમાં ઝડપાયેલ ડ્રગ્સના કાળા કારોબાર પાછળ કોનો હાથ? જૂઓ સંપૂર્ણ માહિતી

By

Published : Apr 26, 2022, 4:18 PM IST

કચ્છ/ભુજ/અમદાવાદ:દેશની આંતરરાષ્ટ્રીય જળ સીમામાંથી વધુ એક વારડ્રગ્સનું (Drugs Seized from Kutch) મોટું કન્સાઈન્મેન્ટ પકડી પાડવામાં આવ્યું છે. આ મામલે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, 'પાકિસ્તાનના ડ્રગ્સ નેટવર્ક (Pakistani Drugs Network)પર ગુજરાત પોલીસ (ATS), કોસ્ટ ગાર્ડ, NCB દ્વારા આ દરિયાઈ સ્ટ્રાઈક (Gujarat ATS Maritime Strike) છે. તમે જેટલા મોકલશો તેટલા પકડીશું. ગુજરાતની જેલમાં તમારું સ્વાગત છે... તમારું આખું જીવન કાળકોઠડીમાં વિતાવો.'

ગુજરાતનો દરિયાકાંઠો પાકિસ્તાનથી નજીક હોવાના લીધે ડ્રગ્સ ગુજરાતની દરિયાઈ સીમા ઉતારવા માટે સિલ્ક રૂટ બની ગયો છે.

પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ પર બાજ નજર-અન્ય એક ટ્વીટમાં હર્ષ સંઘવીએ લખ્યું છે કે, 'પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ (pakistan drug mafias)ની દરેક હિલચાલ પર નજર રાખીને તેને ગુજરાતની સીમા (Drugs in Gujarat border)માં ઘૂસતા પહેલા જ પકડી લેતી ગુજરાત ATS, કોસ્ટ ગાર્ડ અને કેન્દ્રીય એજન્સીથી જોડાયેલી એજન્સીઓને હ્રદયથી અભિનંદન.' તેમણે વધુમાં લખ્યું કે, 'કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSના સંયુક્ત ઓપરેશન દરમિયાન, પાકિસ્તાની બોટ અલહજ (Pakistani boat Alhaj) માંથી 56 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે 280 કરોડ છે, સાથે 9 પાકિસ્તાની ડ્રગ ડીલરોને પણ પકડવામાં આવ્યા છે.'

280 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું-ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard) દ્વારા કચ્છના જખૌ મધદરિયામાં આ બોટને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે બોટ ચાલકે boating કરી મૂકતા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા પાકિસ્તાનની બોટનો પીછો પણ કરવામાં આવ્યો હતો અને ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. જેમાં 2 થી વધુ પાકિસ્તાનીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

મુસ્તુફા નામનો આરોપી કરાચીનો-પાકિસ્તાનનો એક શખ્સ મુસ્તુફા પાકિસ્તાની બંદરથી પાકિસ્તાની બોટમાં (Drugs Seized From Pakistani boat) જથ્થો લાવ્યો હતો. 1600 કિલોમીટર દરીયા વિસ્તારમાં કોસ્ટગાર્ડનું સતત પેટ્રોલિંગ ચાલતું રહેતું હોય છે, પરંતુ ગુજરાત ATSને મળેલી ચોક્કસ બાતમીના આધારે સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, જેમાંનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, માછીમારીની આડમાં પાકિસ્તાની બોટ ભારતના દરિયાઇ સીમામાં પ્રવેશી જતી હોય છે. મોટાભાગની પાકિસ્તાની બોટમાંડ્રગ્સનો જથ્થો રાખવામાં આવતો હોવાનું પોલીસનું અનુમાન છે.

દેશની આંતરરાષ્ટ્રીય જળ સીમામાંથી વધુ એક વાર ડ્રગ્સનું મોટું કન્સાઈન્મેન્ટ પકડી પાડવામાં આવ્યું છે.

માછીમારીની આડમાં ડ્રગ્સ ઘૂસાડવામાં આવે છે- ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ દ્વારા ઝડપી લેવામાં આવેલા કરોડો રૂપિયાના ડ્રગ્સની હેરાફેરી પાછળ એક મહત્વનું કારણ સામે આવી રહ્યું છે, જેમાં દરિયામાં લાલ પરીની માછલીના શિકાર માટે માછીમારો આવતા હોય છે. માછલીની પકડવાની આડમાં ડ્રગ્સની હેરાફેરી (Drugs Smuglling In Gujarat) કરવામાં આવતી હોવાનું પોલીસનું અનુમાન છે, કારણ કે અત્યાર સુધી કેટલાક કિસ્સાઓમાં પોલીસ એજન્સીઓ સમક્ષ એવી હકીકત સામે આવે છે કે માછલીનો શિકાર કરવાની આડમાં સફેદ ઝેર ગુજરાતની દરિયાઈ સીમા મારફતે ભારતમાં લાવવામાં આવે છે. હાલમાં 9 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ કારણે પસંદ કર્યો ગુજરાતનો દરિયાઈ માર્ગ-ગુજરાતનો દરિયાકાંઠો પાકિસ્તાનથી નજીક હોવાના લીધે ડ્રગ્સ ગુજરાતની દરિયાઈ સીમા ઉતારવા માટે સિલ્ક રૂટ બની ગયો છે. હર હંમેશા ગુજરાતનો દરિયાકાંઠો શા માટે પસંદ કરવામાં આવે છે તેની પાછળનું એક કારણ એ પણ છે કે, પંજાબની બોર્ડર ઉપર ફેન્સીંગ કરી દેવામાં આવ્યું છે જેના લીધે જમીન માર્ગે ડ્રગ્સ ઘૂસાડવું ઘણું અઘરું પડી જાય છે, માટે ઈન્ટરનેશનલ ડ્રગ માફિયાઓ દ્વારા દરિયાઇ માર્ગે સફેદ ઝેર આખા ગુજરાતના આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો:Heroin Seized At Kandla Port: કંડલા પોર્ટ પરથી ATS અને DRIએ ઝડપ્યું 2500 કરોડનું હેરોઇન, અફઘાનિસ્તાનથી આવ્યું હતું કન્ટેનર

કચ્છ જખૌ દરિયાઈ સીમામાંથી ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ દ્વારા સયુંકત રીતે ઓપરેશન પાર પાડીને પાકિસ્તાની જહાજ અલહજમાંથી 56 કિલો હેરોઇન સાથે 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પકડાયેલા 9 લોકો પાકિસ્તાની હોવાની શક્યતા હોવાથી તેઓની વધુ પુછપરછ થઈ રહી છે. આ બોટનું નામ કરાચીથી અલહજ નામની બોટ હતી. મળતી માહિતી મુજબ 300 કરોડનું 56 કિલો ડ્રગ્સ ઝડપાયું છે.

ડ્રગ્સ સિન્ડિકેટનો પ્રયાસ નિષ્ફળ - ગુજરાતની દરિયાઈ સીમાનો ઉપયોગ કરીને ડ્રગ્સ ઠાલવતી ડ્રગ્સ સિન્ડિકેટનો વધુ એક પ્રયાસ સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવ્યો છે. જે મુજબ ગુજરાત ATSને બાતમી મળી હતી કે, પાકિસ્તાની જહાજ અલહજમાં હિરોઈનનો જથ્થો આવી રહ્યો છે. આ બાતમીના આધારે ATSએ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરીને કોસ્ટગાર્ડ સાથે સયુંકત ઓપરેશન પાર પાડ્યું હતું. આ દરમિયાન જખૌનીના દરિયાઈ સીમામાં રવિવારે રાત્રે શંકાસ્પદ જહાજ દેખાયું હતું.

આ પણ વાંચો:Drugs Seized From Junagadh : જૂનાગઢમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરતા યુવકને પોલીસે દબોચ્યો, મળી હતી બાતમી

વિધાનસભામાં પ્રતિબંધીત વસ્તુ ઝડપાય તેના આકડાં રજૂ થયા - આ વર્ષે વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ બંને આમને-સામને આવ્યા હતા. ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા ડેટા પ્રમાણે છેલ્લા 2 વર્ષમાં વિદેશી દારૂ , દેશી દારૂ, બિયર, અફીણ, ચરસ, ગાંજો, ડ્રગ્સ, હેરોઇન, પાવડર કુલ મળીને કુલ 606,41,84,847 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ બાબતે કોંગ્રેસ પક્ષે રાજ્ય સરકારને આડે હાથે લીધી હતી.

કન્ટેનરમાં અન્ય સામાન સાથે ડ્રગ્સની હેરાફેરી - વૈશ્વિક સ્તરે ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયા ટ્રાન્ઝિટ પોઈન્ટ બની ગયો છે. જો કે દેશની એજન્સીઓ અને ગુજરાત એટીએસ સતર્ક હોવાથી છેલ્લા પાંચ જ વર્ષમાં 30,000 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. ડ્રગ્સ માફિયા નેટવર્ક ગોઠવીને ગુજરાતના બંદરો ઉપર કન્ટેનરમાં અન્ય સામાન સાથે ડ્રગ્સની હેરાફેરી કરે છે. ગુજરાતના બંદરથી ટ્રાન્સપોર્ટ મારફતે આ જથ્થો દેશના બીજા બંદર ઉપર પહોંચે અને ત્યાંથી વિશ્વના અન્ય દેશમાં એક્સપોર્ટ કરી દેવામાં આવે છે. આમ ગુજરાતનો ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા કચ્છના જખૌ મધદરિયામાં આ બોટને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ગુજરાતમાં ડ્રગ્સ પકડાવાના કેસમાં દર વર્ષે વધારો થયો - 2020માં પકડાયેલા ડ્રગ્સના કુલ જથ્થાની કિંમત રૂપિયા 195 કરોડ હતી. ગુજરાત પોલીસના આંકડા પ્રમાણે 2019માં પકડાયેલા ડ્રગ્સના જથ્થાની કુલ કિંમત રૂપિયા 511.97 કરોડ હતી. જોકે, 2018માં પકડાયેલા ડ્રગ્સના કુલ જથ્થાની કિંમત આના પ્રમાણમાં ખૂબ જ ઓછી હતી. એટલે કે, માત્ર રૂપિયા 26.93 કરોડ હતી.

ગુજરાતમાં ડ્રગ્સ પકડાવાના કેસ પર એક નજરઃ

20 ડિસેમ્બર 2021- કચ્છના જખ્ખોના દરિયામાંથી 400 કરોડની કિંમતનું 77 કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું.

15 નવેમ્બર 2021 - મોરબીમાંથી 120 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું, જેની બજાર કિંમત 600 કરોડ આંકવામાં આવી હતી.

10 નવેમ્બર 2021 - સલાયા અને જામખંભાળિયા દરિયાઇ વિસ્તારમાંથી 11.48 કિલોની આસપાસ હેરોઈન અને 6.16 કિલોની આસપાસ એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું, જેની કુલ કિંમત 350 કરોડ આંકવામાં આવી હતી.

19 સપ્ટેમ્બર 2021 - પોરબંદરમાંથી સાત ઈરાની નાગરિકોને 35 કિલો હિરોઈન સાથે ઝડપી પાડવામાં આવ્યા, જેની કિંમત 250 કરોડ હતી.

7 સપ્ટેમ્બર 2021 - કચ્છના મુન્દ્રા બંદર પરથી ઈરાનમાંથી બે કન્ટેનરોં દ્વારા મોંકલવામાં આવેલું 1,200 કિલો હેરોઇન જેની કિંમત અંદાજીત 3,600 કરોડ રૂપિયા હતી.

12 ઓગસ્ટ 2018 - દ્વારકાના સલાયાથી 300 કિલો હિરોઈનનો જથ્થો પકડી પાડવામાં આવ્યો.

21 મે 2019 - કચ્છના જખો બંદર પરથી બે બોટમાંથી 218 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું.

17 એપ્રિલ 2021 - આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદે 150 કરોડના હેરોઈન સાથે ઝડપાયેલા 8 પાકિસ્તાની શખ્સો ઝડપાયા હતા.

25 એપ્રિલ 2022 - 280 કરોડનું ડ્રગ્સ ઝડપાયું21 એપ્રિલ 2022 - કંડલા પોર્ટ પરથી 250 કિલો ડ્રગ્સ ઝડપાયું

3 માર્ચ 2022 - અમદાવાદ એરપોર્ટ પરથી 60 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું

13 ફેબ્રુઆરી 2022 - અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપાયું

15 નવેમ્બર 2021 - મોરબીમાંથી 600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

10 નવેમ્બર 2021 - દ્વારકામાંથી 65 કિલોનું ડ્રગ્સ ઝડપાયું

24 ઓક્ટોબર 2021 - અમદાવાદમાંથી 25 લાખનું ડ્રગ્સ ઝડપાયું

23 સપ્ટેબર 2021 - પોરબંદરના દરિયામાંથી 150 કરોડનું ડ્રગ્સ જપ્ત

16 સપ્ટેમ્બર 2021 - કચ્છના મુંદ્રા પોર્ટ પરથી 3000 કિલો, 21 હજાર કરોડ કિંમતનું ડ્રગ્સ હતું.

આ પણ વાંચો:દરિયાઈ ડ્ર્ગ્સ સ્ટ્રાઈક : ગૃહ પ્રધાનની ચેતવણી - "જીતને ભેજોગે ઉતને પકડેંગે, વેલકમ ટૂ ગુજરાત જેલ...."

ગુજરાત 1600 કિલોમીટર લાંબો સમૃદ્ધ દરિયાકાંઠો (Drugs Smuggling In Gujarat Coast) ધરાવે છે. હાલમાં આતંકવાદી પ્રવૃતિ ધરાવતા દેશ પાકિસ્તાન (Drugs Smuggling By Pakistan) અને અફઘાનિસ્તાન ભારતમાં ડ્રગ્સ (Drugs Smuggling In India) ઘૂસાડવા માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારનો ઉપયોગ કરી રહ્યા છે.

2 વર્ષમાં 6 હજાર કરતા વધુ કિલો ડ્રગ્સ ઝડપાયું - ગુજરાતના કચ્છ, પોરબંદર અને દ્વારકા બંદર (dwarka port gujarat)ના વિસ્તારમાં ગુજરાત ATS, BSF અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (indian coast guard porbandar)ના સતત પેટ્રોલિંગને કારણે દુશ્મન દેશનો મનસૂબો પાર પડતો નથી. ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં અબજો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે.ડ્રગ્સ માફિયાઓ (Drug Mafias In Pakistan) ગુજરાતમાં કચ્છથી લઈને ગુજરાતના દરિયાકાંઠા (Coast of Gujarat)નો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. તેનું સીધુ કનેક્શન પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી આવે છે. છેલ્લા 2 વર્ષમાં 6000 કિલો કરતાં વધુ ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસાડવાના પ્રયત્ન ગુજરાતની પોલીસ, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ, BSF અને ગુજરાત ATSએ નિષ્ફળ બનાવ્યા છે. આ તમામ ડ્રગ્સ દરિયાકાંઠે જ પકડાઈ ગયું છે.

માછીમારીની આડમાં પાકિસ્તાની બોટ ભારતના દરિયાઇ સીમામાં પ્રવેશી જતી હોય છે. મોટાભાગની પાકિસ્તાની બોટમાં ડ્રગ્સનો જથ્થો રાખવામાં આવતો હોવાનું પોલીસનું અનુમાન છે.

યુવાનોની જિંદગી બરબાદ કરવાનો કારસો-ગુજરાતના દરિયાકાંઠાનો વિસ્તાર ડ્રગ્સ ઘૂસાડવા માટેનો સૌથી સરળ રસ્તો હોય તેમ પ્રસ્થાપિત થઈ રહ્યું છે, પણ સતર્ક એજન્સીઓએ આ ઈરાદાને પાર પાડવા દીધો નથી. ગુજરાત અને ભારતની યુવા પેઢીને બરબાદ કરવા માટેનો આ પ્રયાસ છે. દુશ્મન દેશ ભારતને સીધી રીતે જીતી શકે કે હૂમલો કરી શકે તેમ નથી, આથી આ રીતે ડ્રગ્સ ઘુસાડીને દેશને નબળો પાડવાની કોશિષ થઈ રહી છે.

ગુજરાત પોલીસ કામ કરી રહી છે -ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ વિધાનસભામાં જ કહ્યું હતું કે, "મહારાષ્ટ્ર અને રાજસ્થાન સરકાર આ કામ કરી નથી રહી. ગુજરાત સરકારની પોલીસ ડ્રગ્સ માફિયાને પકડી રહી છે, ત્યારે સવાલો થઈ રહ્યા છે. ડ્રગ્સ પકડાય તે સારી વાત છે કે ખરાબ વાત છે તે નક્કી કરો. 2022માં મુંબઈમાં મહારાષ્ટ્ર સરકારે આ બાબતે કામ કર્યું હોત, તો હાલ ગુજરાત પોલીસને આ કામ ન કરવું પડ્યું હોત."

ખાનગીકરણ અને દાણચારોને કોઈ સંબધ નથી - લોકસભામાં કોંગ્રેસના સાસંદે ગૃહમાં કહ્યું હતું કે, બંદરોના ખાનગીકરણને કારણે ડ્રગ્સની દાણચોરીમાં વધારો થયો છે? ત્યારે આ પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું હતું કે એરપોર્ટ, બંદરના ખાનગીકરણ અને મોટાપાયે ડ્રગ્સની દાણચોરી વચ્ચે કોઈ સંબધ નથી.

હર્ષ સંઘવીનું ટ્વીટ

હર્ષ સંઘવીનું ટ્વીટ - ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું હતું કે, 'આ પાકિસ્તાનના ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત પોલીસ(ATS), કોસ્ટ ગાર્ડ, NCBની દરિયાઈ સ્ટ્રાઈક છે. જેટલા મોકલશો તેટલા પકડીશું. વેલકમ ટુ ગુજરાત જેલ, પુરી જિંદગી ગુજારો કાલ કોઠરીમાં.'

અર્જુન મોઠવાડિયાનું ટ્વીટ

અર્જુન મોઠવાડિયાનું ટ્વીટ - કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કર્યું છે કે, 'ભાજપ સરકારે કચ્છને ડ્રગ્સનું હબ બનાવી દીધું છે. છેલ્લા એક વર્ષમાં અબજોની કિંમતનું ગુજરાતમાંથી ડ્રગ્સ ઝડપાયું છે.'

ABOUT THE AUTHOR

...view details