અમદાવાદ: ગુજરાત 1600 કિલોમીટર લાંબો સમૃદ્ધ દરિયાકાંઠો (Drugs Smuggling In Gujarat Coast) ધરાવે છે. હાલમાં આતંકવાદી પ્રવૃતિ ધરાવતા દેશ પાકિસ્તાન (Drugs Smuggling By Pakistan) અને અફઘાનિસ્તાન ભારતમાં ડ્રગ્સ (Drugs Smuggling In India) ઘૂસાડવા માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારનો ઉપયોગ કરી રહ્યા છે.
2 વર્ષમાં 6 હજાર કરતા વધુ કિલો ડ્રગ્સ ઝડપાયું- ગુજરાતના કચ્છ, પોરબંદર અને દ્વારકા બંદર (dwarka port gujarat)ના વિસ્તારમાં ગુજરાત ATS, BSF અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (indian coast guard porbandar)ના સતત પેટ્રોલિંગને કારણે દુશ્મન દેશનો મનસૂબો પાર પડતો નથી. ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં અબજો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે.ડ્રગ્સ માફિયાઓ (Drug Mafias In Pakistan) ગુજરાતમાં કચ્છથી લઈને ગુજરાતના દરિયાકાંઠા (Coast of Gujarat)નો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. તેનું સીધુ કનેક્શન પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી આવે છે. છેલ્લા 2 વર્ષમાં 6000 કિલો કરતાં વધુ ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસાડવાના પ્રયત્ન ગુજરાતની પોલીસ, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ, BSF અને ગુજરાત ATSએ નિષ્ફળ બનાવ્યા છે. આ તમામ ડ્રગ્સ દરિયાકાંઠે જ પકડાઈ ગયું છે.
આ પણ વાંચો:NIA Chargesheet : મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ કેસમાં ચાર્જશીટ દાખલ, પાકિસ્તાની ટેરર ફંડિંગનો ખુલાસો
યુવાનોની જિંદગી બરબાદ કરવાનો કારસો-ગુજરાતના દરિયાકાંઠાનો વિસ્તાર ડ્રગ્સ ઘૂસાડવા માટેનો સૌથી સરળ રસ્તો હોય તેમ પ્રસ્થાપિત થઈ રહ્યું છે, પણ સતર્ક એજન્સીઓએ આ ઈરાદાને પાર પાડવા દીધો નથી. ગુજરાત અને ભારતની યુવા પેઢીને બરબાદ કરવા માટેનો આ પ્રયાસ છે. દુશ્મન દેશ ભારતને સીધી રીતે જીતી શકે કે હૂમલો કરી શકે તેમ નથી, આથી આ રીતે ડ્રગ્સ ઘુસાડીને દેશને નબળો પાડવાની કોશિષ થઈ રહી છે.