ગુજરાત

gujarat

ETV Bharat / city

Drugs In Ahmedabad: અમદાવાદમાં ડ્રગ્સ ઘૂસાડવાનો પ્લાન નિષ્ફળ, 2 વિદેશીઓ શરીરમાં છુપાવી લાવ્યાં 166 કેપ્સ્યુલ

યુગાન્ડાથી આવેલા 2 પ્રવાસીઓના પેટમાંથી 165 ડ્રગ કેપ્સ્યુલ્સ (Drugs In Ahmedabad) મળી આવી છે. જેનું વજન 1.8 કિલો છે. પોલીસે આ બંનેનો સિટી સ્કેન કરાવ્યો હતો. આ બંને જણા કયું ડ્રગ આણી લાવ્યાં હતાં જાણવા કરો ક્લિક.

Drugs In Ahmedabad: અમદાવાદમાં ડ્રગ્સ ઘૂસાડવાનો પ્લાન નિષ્ફળ, 2 વિદેશી નાગરિકોના શરીરમાંથી હેરોઇનની મળી 166 કેપ્સ્યુલ
Drugs In Ahmedabad: અમદાવાદમાં ડ્રગ્સ ઘૂસાડવાનો પ્લાન નિષ્ફળ, 2 વિદેશી નાગરિકોના શરીરમાંથી હેરોઇનની મળી 166 કેપ્સ્યુલ

By

Published : Feb 21, 2022, 3:45 PM IST

અમદાવાદ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (Directorate of Revenue Intelligence)ને મળેલી બાતમીના આધારે 13 ફેબ્રુઆરીએ શારજહાં થઈ એન્ટેબે એરપોર્ટ (entebbe airport uganda)થી અમદાવાદ આવેલો યુગાન્ડાનો એક પુરુષ પકડાયો હતો. તપાસમાં તેના શરીરમાં નાની નાર્કોટિક્સ ડ્રગ્સનીકેપ્સ્યૂલ્સ(Capsules of narcotics drugs in Ahmedabad)હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો:Ahmedabad drugs case: શહેરમાં ત્રણ દિવસમાં બીજી વાર ડ્રગ્સ ઝડપાયું, રાજસ્થાનથી આવતા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યાં

DRIએ યુગાન્ડાના 2 મુસાફરોની અટકાયત કરી

DRI દ્વારા ઝડપવામાં આવેલા યુગાન્ડાના મુસાફરો (Ugandan citizen in India)ના પેટમાંથી 165 કેપ્સ્યુલ્સમાં 1.8 કિલો હેરોઇન ડ્રગ્સ મળી આવ્યું છે. તેવી જ રીતે 15 ફેબ્રુઆરીએ આ જ રૂટથી અમદાવાદ આવેલી મહિલાના શરીરમાં ડ્રગ્સની કેપ્સ્યૂલ્સ હોવાનું જાણવા મળ્યું હતું. સિટી સ્કેન કરાતા પેટમાં અને ગુદા માર્ગમાં કેપ્સૂલ જોવા મળી હતી.

આ પણ વાંચો:Charas case Ahmedabad: યુવાધનને નશાના રવાડે ચઢાવનાર બે કાશ્મીરી આરોપીઓની ધરપકડ

NDPS એક્ટ 1985 હેઠળ ધરપકડ કરવામાં આવી

સિવિલ (Ahmedabad civil hospital)માં એનિમા આપીને બન્ને યુગાન્ડાના નાગરિકોના શરીરમાંથી 165 જેટલી કેપ્સ્યૂલ્સમાંથી 1.8 કિલો હેરોઇન ડ્રગ્સ મળી આવ્યું હતું. આ બંનેની NDPS એક્ટ 1985 હેઠળ ધરપકડ (Arrested under NDPS Act 1985)કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તેમની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ કેટલી વાર હેરોઇન (heroin in ahmedabad) લાવવામાં આવ્યું હતું અને અત્યાર સુધી કેટલું હેરોઇન ભારતમાં ઘૂસાડવામાં આવ્યું તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details