- ગુજરાતમાં મોટાપાયે ડ્રગ્ઝ ઘૂસાડવાનો પર્દાફાશ,
- Drug racket busted in Morbi: સમગ્ર કાવતરું યુએઈમાં ઘડાયું
- ગુજરાત ATS અને SOG એ પાર પાડ્યું ઓપરેશન
- 600 કરોડના ડ્રગ્સ સાથે 3 શખ્સોની ધરપકડ
અમદાવાદઃ DGP આશિષ ભાટિયાએ ( DGP Ashish Bhatiya ) જણાવ્યું કે મોરબી ડ્રગ્સ કેસમાં સમસુદ્દીન સૈયદ, હુસૈન ઉર્ફે જબ્બાર જોડિયા અને ગુલામ હુસૈન નામના ત્રણ આરોપી પકડાયા છે. પાકિસ્તાનથી ઝાહિદ બશિર બ્લોચ પાસે દરિયાઈ માર્ગે માલ મંગાવ્યો હતો. ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં માલની ડિલીવરી મધદરિયેથી લેવામાં આવી હતી. જ્યાંથી માલ લાવીને દ્વારકાના દરિયા કિનારે સંતાડી દેવાયો હતો. બાદમાં મોરબીના ઝીંઝુડા ગામમાં ( 600 Crore Drugs seized in Zinzuda ) મુખ્તારના કાકાના નવા બની રહેલા ઘરમાં જથ્થો સંતાડયો હતો. ગુલામ અને ઝબ્બાર અવારનવાર દુબઇ જતા હતાં જ્યાંથી તેઓ પાકિસ્તાની ડ્રગ માફિયા ગેંગ ( Pakistan drug mafia ) સાથે સંપર્કમાં આવ્યો હોવાની આશંકા છે. દૂબઈમાં ગુજરાતમાં ડ્રગ્સ લાવવાનું આખું કાવતરું ( Pakistan Proxy War ) રચવામાં આવ્યુ હતું. આ ત્રણેય આરોપીઓ પાકિસ્તાનના ઝહીર સાથે સંપર્કમાં હતાં.
સમસુદ્દીન ઝીંઝુડામાં દોરાધાગાનું કામ કરતો
Gujarat ATS And SOG exposed International Drugs conspiracy માં કરોડોનું ડ્રગ્સ પકડાયા બાદ 1800 લોકોની વસ્તી ધરાવતુ ઝીંઝુડા ( Drug racket busted in Morbi ) ગામ ચર્ચામાં આવ્યું છે. આ કેસમાં પકડાયેલો સમસુદ્દીન ઝીઝુડાનો વતની છે. ગામના સરપંચના કહેવા પ્રમાણે, ગામમાં આરોપી સમસુદ્દીન દોરાધાગાનું કામ કરતો હતો. સમસુદ્દીનના ઘરે જામનગર, રાજકોટ, વાંકાનેર, મોરબી સહિતના સૌરાષ્ટ્રના સેન્ટરમાંથી લોકો આવતાં હતાં. સમસુદ્દીન મૂળ બાબરા તાલુકાના મિયાખીજડિયા ગામનો રહેવાસી છે અને છેલ્લા દોઢ વરસથી ઝીંઝુડા ગામે રહેવા માટે આવ્યો હતો. તેના પિતા હુસેનમિયા સૈયદનું કોરોનામાં મોત થતાં માતા સાથે ઝીંઝુડા રહેવા આવ્યો હતો. ઝીંઝુડા ગામમાં દોરાધાગા કરતો હોવાથી અનેક લોકો મળવા આવતાં હતાં.
ડ્રગ્સની હેરાફેરી માટે ભારતના માછીમારોને તૈયાર કરે છે પાકિસ્તાન
માછીમારોને પાકિસ્તાન મરીન એજન્સી ( Pakistan Marine Agency ) દ્વારા પકડીને લઈ જવાય છે. જ્યાં તેમનું બ્રેઈન વોશ કરવામાં આવે છે. તેઓને ડ્રગ્સ ઘૂસાડવાની ટ્રેઈનિંગ આપવામાં આવે છે. જેથી તેઓ ડ્રગ્સના પેડલર ( Drug Peddlers ) બની જાય છે.
ગુજરાતમાં ક્યાંથી ઘૂસે છે ડ્રગ્સ?
ગુજરાત પાસે 1600 કિમી લાંબો દરિયા કિનારો ( Coast of Gujarat ) છે. સાથે જ ગુજરાતની બોર્ડરને અડીને આવેલા પાડોશી દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં નશાની ખેતી સાથે જોડાયેલા છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસે છે. ઈરાન અને પાકિસ્તાનની ડ્રગ્સ ઘૂસાડવામાં સાંઠગાંઠ છે. જમીની સરહદનો પહેરો જડબેસલાક છે એટલે માફિયાઓનો ડોળો દરિયા પર છે. ગુજરાતના 14 પોર્ટ (Gujarat Port ) કાર્ગો સંચાલિત છે. પોર્ટ પર આવતા તમામ સામાનની ઉંડાણથી તપાસ શક્ય નથી. જેનો ફાયદો ઉઠાવી ડ્રગ્સ માફિયાઓ ( Pakistan drug mafia ) અવનવી તરકીબ અપનાવે છે. ભારતમાં કેટલાક ગદ્દારોના પાકિસ્તાન સાથે છેડા મળેલા છે. ડ્રગ્સ માફિયાઓની લિંક અફઘાનિસ્તાનના અનેક શહેરોમાં પણ છે. ગુજરાતના દરિયે આવેલું ડ્રગ્સ (Drugs ) દેશના અનેક ખૂણામાં સપ્લાય કરવાનો પ્લાન કરાય છે. અહીંથી અન્ય પશ્ચિમી દેશોમાં પણ ડ્રગ્સ મોકલે છે.
કેમ ડ્રગ્સ માફિયાઓના ટાર્ગેટમાં ગુજરાત?
ગુજરાત પાસે વિશાળ દરિયા કિનારો ( Coast of Gujarat ) છે. ગુજરાતમાં નાર્કો ટેરેરિઝમ ( Narco Terrorism in Gujarat ) ફેલાવવાનો પ્રયાસ પાકિસ્તાન કરે છે. પાકિસ્તાને ભારત સાથે આ પ્રકારે પ્રોક્સી વોર ( Pakistan Proxy War ) શરૂ કર્યું છે. ગુજરાતમાં ડ્રગ્સ ઉતારી યુવાધનને બરબાદ કરવાનો પ્રયાસ કરાય છે. ગુજરાતમાંથી સરળતાથી અન્ય રાજ્યોમાં માલ સપ્લાય કરી શકાય છે. જમ્મુ-કાશ્મીર અને પંજાબ સરહદે માફિયાઓની ચાલ ચાલે તેમ નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતને બદનામ કરવાનું અને દેશના વિકાસને રુંધવાનો પાકિસ્તાનનું ષડયંત્ર છે.