ગુજરાત

gujarat

ETV Bharat / city

Drug peddlers arrested in Ahmedabad : ડ્રગ કેસમાં SOG એ વધુ એક આરોપીને ઝડપી લીધો - અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ

અમદાવાદમાં એસઓજીએ (Ahmedabad Crime Branch Police) મેફેડ્રોનના જથ્થા સાથે પકડેલા બે આરોપી બાદ હવે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં વધુ એક શખ્સનું નામ સામે આવ્યું હતું. જેને ઝડપી (Drug peddlers arrested in Ahmedabad ) લેવાયો છે.

Drug peddlers arrested in Ahmedabad : ડ્રગ કેસમાં SOG એ વધુ એક આરોપીને ઝડપી લીધો
Drug peddlers arrested in Ahmedabad : ડ્રગ કેસમાં SOG એ વધુ એક આરોપીને ઝડપી લીધો

By

Published : May 3, 2022, 9:54 PM IST

અમદાવાદઃ ગુજરાતની અંદર જાણે ડ્રગ્ઝ માફિયાઓની સિન્ડિકેટ સક્રિય થઈ હોય તેમ એક બાદ એક ડ્રગ્ઝના કાળા કારોબારમાં જોડાયેલા ડ્રગ્ઝ ડીલરોને શહેર પોલીસ ઝડપી રહી છે. એસઓજીએ મેફેડ્રોનના જથ્થા સાથે પકડેલા બે આરોપી બાદ હવે વધુ એક આરોપીની ધરપકડ (Drug peddlers arrested in Ahmedabad )કરી છે.

મહેશ અને લાલ શંકર નામના આરોપીની પૂછપરછમાં લોકેશનું નામ ખુલતા તેની હવે ધરપકડ

આરોપીનું નામ ખુલતાં ઝડપાયો - એસઓજી (Ahmedabad Crime News ) ક્રાઇમ બ્રાન્ચની ગિરફતમાં ઉભેલા આરોપીનું નામ છે લોકેશ પાટીદાર. જે મૂળ રાજસ્થાનના ડુંગરપુરનો રહેવાસી છે અને તેની હાલ ધરપકડ કરવામાં આવી ચૂકી છે. એમ.ડી ડ્રગ્ઝ સાથે એસઓજીએ થોડા દિવસ પહેલા બે આરોપીની 238.400 ગ્રામના જથ્થા સાથે ધરપકડ (Ahmedabad Crime Branch Police) કરી હતી. જે મહેશ અને લાલ શંકર નામના આરોપીની પૂછપરછમાં લોકેશનું નામ ખુલતા તેની હવે ધરપકડ(Drug peddlers arrested in Ahmedabad ) કરાઈ.

આ પણ વાંચોઃ Drug peddlers arrested in Ahmedabad : પોશ એરિયાના કાફેમાં ડ્રગ્સ વેચતાં ડ્રગ પેડલરો ઝડપાયાં, જાણો કારસ્તાન

આર્થિક સંકડામણમાં આવ્યો હોવાનો બચાવ કર્યો- અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch Police)લોકેશની એમ.ડી ડ્રગ્ઝની સઘન પૂછપરછ કરતાં આ એમ.ડી ડ્રગ્ઝનો જથ્થો લાલા ચૌધરી નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાની (Drug peddlers arrested in Ahmedabad )કબૂલાત કરી રહ્યો છે. લાલા ચૌધરી રાજસ્થાનના બાડમેરનો છે અને અગાઉ તે નારોલમાં રહેતો હતો અને ડ્રગ્સનો કારોબાર (Ahmedabad Crime News ) કરતો હતો. આટલું જ નહીં, પકડાયેલ આરોપી લોકેશ મુંબઈ ચાની કીટલી ધરાવી વેપાર કરતો હતો પણ તેમાં ભાઈ સાથે અણબનાવ બનતા તે ધંધો બન્ધ કર્યો. બાદમાં તેણે કોઈ ઓફિસ રાખી હતી જેમાં કરેલા કરારમાં તેની સાથે ઠગાઈ થતા તે લોકડાઉન દરમિયાન આર્થિક સંકડામણમાં આવી ગયો અને લાલા પાસેથી માલ લઈ બે લોકોને ખેપ મારવા મોકલી આપ્યા હોવાની કબૂલાત કરી છે.

આ પણ વાંચોઃ Harsh Sanghvi Big Statement : હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને પાનો ચડી જાય એવું શું કહ્યું?

મુખ્ય આરોપી હજુ ફરાર છે- એસઓજી ક્રાઇમ બ્રાન્ચે(Ahmedabad Crime Branch Police) 238.400 ગ્રામ એમ.ડી ડ્રગ્ઝ કેસમાં હાલ ત્રણ લોકોને પકડી (Drug peddlers arrested in Ahmedabad )લીધા છે.પણ હવે મુખ્ય આરોપી લાલા ચૌધરી ક્યારે પકડાય છે તે જોવાનું રહેશે. અત્યારસુધી પોલીસ માત્ર કેસ કરી વોન્ટેડ આરોપીઓ સુધી પહોંચવામાં સમય લગાવતી હતી. પણ હવે પોલીસ ડ્રગ્સની બદી દૂર કરવા મૂળ આરોપી સુધી પહોંચી આ ચેઇન તોડવા પ્રયત્નશીલ બની ગઈ છે. ત્યારે મુખ્ય આરોપી પકડાયા બાદ એ જોવું રહ્યું કે આ ડ્રગ્ઝના કાળા કારોબારના મૂળ (Ahmedabad Crime News ) ક્યાં સુધી પહોચે છે.

ABOUT THE AUTHOR

...view details