- બોડકદેવ અને રાણીપમાં પણ ડ્રાઇવથ્રુ ટેસ્ટિંગ શરુ કરાશે
- શહેરમાં અત્યાર સુધી પાંચ સ્થળોએ બૂથ સેટઅપ કરાયા
- દૈનિક 2 હજાર લોકોના ટેસ્ટિંગ થવાનો અંદાજ
અમદાવાદઃ શહેરમાં એક તરફ કોરાના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સૌથી વધુ મહત્વનું છે કે તાત્કાલિક ધોરણે લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવે. આ જરુરિયાતને જોતા મનપા GMDC ગ્રાઉન્ડની જેમ શહેરના અન્ય વિસ્તારોમાં પણ ડ્રાઇવ થ્રુ પ્રોગ્રામનો વ્યાપ વધારી રહી છે. સુપ્રાટેક લીમીટેડ સાથે મળીને મનપા PPP ધોરણે આ યોજના હાથ ધરી રહી છે. જેમાં લોકો ગાડીમાં બેઠા બેઠા જ ટેસ્ટિંગ કરાવી શકશે. મહત્વનું છે કે અગાઉ મનપાએ GMDC ગ્રાઉન્ડ અને ત્યારબાદ કાંકરીયાના ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે પણ ડ્રાઇવ થ્રુના માધ્યમથી લોકોનું ટેસ્ટિંગ કરી રહી છે.
આ પણ વાંચોઃ અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં કોરોના ટેસ્ટ કરાવવા લોકો ઉમટી પડ્યા