ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં રોડ સેફટી મુદાને લઈને યુવા નિર્દેશક દ્વારા ડ્રામાનું આયોજન - કોન્ફરેન્સ

અમદાવાદ: રોડ સેફટી ઈશ્યુંને દર્શાવતો ડ્રામા "રોડ" અગામી 9મી સપ્ટેમ્બરના રોજ શહેરના ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે યોજાયેલ જે અંતગર્ત નેશનલ ઈન્સટિયુટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ ખાતે કોન્ફરેન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડ્રામાને ડિરેક્ટર, કલાકાર, સહિત લોકો ઉપસ્થિત રહ્યાં હતા અને આ ડ્રામાને જોવા બધાને વિનંતી કરી હતી.

Ahmedabad

By

Published : Aug 31, 2019, 8:54 PM IST

ડ્રામા રોડના ડિરેક્ટર ચિન્મય મહેતાએ જણાવ્યું હતું કે, દેશભરમાં ટ્રાફિક અને રોડ સેફટીને લઈને લોકોમાં જાગૃતા નથી. જે માટે લોકો જાગૃત થાય અને ખાસ કરીને યુવા વર્ગમાં રોડ સેફટીની સમજ કેળવાય તે માટે આ ડ્રામાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સોશિયલ પ્લે ઉતાવળું ડ્રાઈવિંગ અને ટ્રાફિક મુદા, અકસ્માત તથા મૃત્યુ દરમિયાન સામેલ માનવ ભાવનાઓને શોધવાનો પ્રયાસ પર આધારિત છે અને તેના પરિણામે પરિવારના સભ્યો પર પડે છે.

અમદાવાદમાં રોડ સેફટી મુદાને લઈને યુવા નિર્દેશક દ્વારા ડ્રામાનું આયોજન

NIMCJના પ્રોફેસર ડો. શશિકાંત ભગતે જણાવ્યું હતું કે, દેશભરમાં ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતના કારણે દેશના જીડીપીમાં પણ નુકસાન થાય છે. યુવા વર્ગ આ નાટક જોઈ જાગૃત થાય અને દેશભરમાં ટ્રાફિકની સમસ્યા તથા રોડ સેફટીને લઈને લોકોમાં જાગૃતા આવે તે માટે દરેક આ નાટક જોવું જોઈએ. દોઢ કલાકના નાટકમાં કોમેડી પંચ, અને અંતમાં મજબૂત સામાજીક સંદેશ સાથે સમાજમાં જાગૃતા લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details