અમદાવાદ: ડૉ.મોહિની જન્મના એક વર્ષ બાદ પોલીયોગ્રસ્ત થતાં શારીરિક દિવ્યાંગ છે. તેમના જમણા પગે પોલીયો પેરેલિસિસ છે. ડો.મોહિની લાંબા સમયથી કોરોના વોર્ડમાં આઈ.સી.યુ.વિભાગમાં ફરજ બજાવે છે.આ વોર્ડમાં આવતા દર્દીઓની હાલત અતિ ગંભીર હોય છે. આઈ.સી.યુ. વોર્ડમાં દર્દીની હાલત કથળતાં તેમને સામાન્ય વોર્ડમાંથી આઈ.સી.યુ.માં લવાય છે. સામાન્ય વોર્ડમાંથી આઈ.સી.યુ.માં દર્દી આવે ત્યારે તેના અન્ય રિપોર્ટ કરાવવાની કામગીરી ડૉ.મોહિની દ્વારા કરવામાં આવે છે.
દેહ દિવ્યાંગ પણ મક્કમ મન સાથે 60 દિવસથી કોવિડ વોર્ડમાં ઓન ડ્યૂટી પર છે મહિલા ડૉક્ટર - ડૉક્ટર મોહિની
કોરોના વાઇરસનો કેર યથાવત જ છે. સિવિલ હોસ્પિટલમાં હજુ દર્દીઓ સારવાર માટે આવે છે ત્યારે કોરોના વોર્ડમાં દાખલ કરેલા દર્દીઓ માટે ડૉક્ટરોને નંબર પ્રમાણે દર્દીઓની સારવાર માટે મોકલવામાં આવે છે, ત્યારે પોતાના પગથી દિવ્યાંગ હોવા છતાં 60 દિવસથી દિવ્યાંગ મહિલા ડૉક્ટર કોરોના વોર્ડમાં ફરજ બજાવે છે.

અમદાવાદ: દેહ દિવ્યાંગ પણ મક્કમ મન સાથે 60 દિવસથી કોવિડ વોર્ડમાં ઓન ડ્યુટી
અમદાવાદ: દેહ દિવ્યાંગ પણ મક્કમ મન સાથે 60 દિવસથી કોવિડ વોર્ડમાં ઓન ડ્યુટી
કોરોના અંગે સલાહ આપતા ડો મોહિનીએ જણાવ્યું હતું કે, ડ્યૂટી દરમિયાન પીપીઈ કીટ પહેરવી, વ્યવસ્થિત પીપીઈ કીટ યોગ્ય રીતે પહેરવી અને ઉતારવી, રોગ પ્રતિકારક શક્તિનું ધ્યાન રાખીને આહાર લેવામાં આવે તો કોરોના વાયરસના સંક્રમણથી બચી શકાય છે.