અમદાવાદ: કોંગ્રેસને કોરોના વોરિયર્સનું સન્માન કરવાનું શિખવતા ભાજપના નેતાઓ અને કાર્યકરો પોતે ખુદ કોરોના વોરિયર્સનું સન્માન કરતા નથી. ભાજપ સાથે 25 વર્ષથી જોડાયેલા અને કોરોના વાઈરસના સંક્રમણના સમયમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલ ડોક્ટર સેલના 133 સભ્યોમાંથી એક સભ્ય એવા ડોક્ટર આદિત્ય ઉપાધ્યાયનું કોરોના વાઈરસના કારણે આજે 25 મેના રોજ સ્ટર્લિંગ હોસ્પિટલમાં નિધન થયું હતું. આ મુદ્દે ભાજપ દ્વારા એક પણ પ્રતિક્રિયા આવી નથી.
ભાજપ ડોક્ટર સેલના ડૉ. આદિત્ય ઉપાધ્યાયનું કોરોનાને કારણે મોત - ભાજપ ડોકટર સેલ
કોંગ્રેસને કોરોના વોરિયર્સનું સન્માન કરવાનું શિખવતા ભાજપના નેતાઓ અને કાર્યકરો પોતે ખુદ કોરોના વોરિયર્સનું સન્માન કરતા નથી. ભાજપ સાથે 25 વર્ષથી જોડાયેલા અને કોરોના વાઈરસના સંક્રમણના સમયમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલ ડોક્ટર સેલના 133 સભ્યોમાંથી એક સભ્ય એવા ડોક્ટર આદિત્ય ઉપાધ્યાયનુ કોરોના વાઈરસના કારણે આજે 25 મેના રોજ સ્ટર્લિંગ હોસ્પિટલમાં નિધન થયું હતું. આ મુદ્દે ભાજપ દ્વારા એક પણ પ્રતિક્રિયા આવી નથી.
![ભાજપ ડોક્ટર સેલના ડૉ. આદિત્ય ઉપાધ્યાયનું કોરોનાને કારણે મોત Dr. Aditya Upadhyay of BJP Doctor Cell dies due to Corona virus](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7345889-240-7345889-1590423965028.jpg)
ભાજપ ડોકટર સેલના ડૉ.આદિત્ય ઉપાધ્યાયનું કોરોના વાઈરસને કારણે મોત
ડોક્ટર આદિત્ય ઉપાધ્યાયે ગુજરાત યુનિવર્સિટીમાંથી ઓર્થોપેડિકમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી અને તેઓ છેલ્લા 30 વર્ષથી આ ક્ષેત્રે સંકળાયેલા હતા. બાપુનગર ખાતે તેઓ પોતાનું ક્લિનિક ચલાવતા હતા. તેમના પુત્ર અને પત્ની બંને ડોક્ટર છે.